________________
છૂટે છે, તેમ તે કન્યા પણ હારા શુભ કર્મને ઉદય થએ દુષ્ટ પિશાચના હાથમાંથી છૂટશે, એમ હું ધારું છું. પછી સારા ભાગ્યના વશથી તે કન્યા તને કયાંય પણ શીધ્ર મળશે. કેમ કે, ભાગ્યશાળી પુરૂષને જોઈતી ચીજની પ્રાપ્તિ જરૂર થાય છે. હે કુમાર ! હું જે કહપના કરીને કહું છું તે ત્યારે તે કબુલ રાખવી. એ તો સત્યપણું અથવા અસત્યપણું થડા કાળમાં જણાઈ જશે. માટે હે કુમાર ! તું ઉત્તમ વિચારવાળો છતાં મુખમાંથી ન ઉચ્ચરાય એવા આ વિલાપ કેમ કરે છે? આ વાત ધીર પુરૂષને કામની નથી”
કર્તવ્યના જાણ એવા રત્નસાર કુમારે એવી યુક્તિથી પરિપૂર્ણ ભરેલી પિપટની વાણી મનમાં ધારીને શેક કરવા મૂકી દીધું. જાણુ પુરૂષનું વચન શું ન કરી શકે ? પછી રત્નસાર કુમાર અને પોપટ તાપસ કુમારને ઇષ્ટદેવની પેઠે સંભારતા છતા અશ્વરન ઉપર બેસી પૂર્વેની પેઠે માર્ગે ચાલવા લાગ્યા. તે બન્ને જણાએ એક સરખું પ્રયાણ કરતાં અનુક્રમે હજાર મહેતાં વન, પર્વતો, ખીણો, નગરો, સરોવરો, અને નદીઓ ઉલંધી આગળ આવેલું એક અતિશય મનોહર ઝાડોથી શોભતું ઉધાન જોયું. તે ઉથાન, બીજે સ્થળે ન મળી શકે એવાં સુધી પુપને વિષે ભમતા બ્રમરોના, ઝ કોર શબ્દ જાણે રત્નસાર કુમારને ઘણા આદરથી માન આપતું હોય ની ! એવું દેખાતું હતું. પછી બન્ને જણ તે ઉધાનમાં જતાં ઘણે હી પામ્યા, એટલામાં નવનવાં રત્નોથી શોભતું શ્રી આદિનાથનું મંદિર તેમણે જોયું. એ મંદિર પિતાની ધ્રુજતી બજાથી “હે કુમાર : આ ઠેકાણે તને આ ભવની તથા પરભવની ઈછ વસ્તુનો લાભ થશે.” એમ કહી નિસાર કુમારને જાણે દૂરથી બોલાવતું જ હોયની ! એવું લાગતું હતું. કુમાર અને ઉપરથી ઉતરી, તેને તિલકક્ષને થડે બાંધી, તથા કેટલાંક સુગંધી પુષ્પ ભેગાં કરી પોપટની સાથે મંદિરમાં ગયે. પૂજાવિધિના જાણ એવા રત્નસાર કુમારે શ્રી આદિનાથ ભગવાનની જાતજાતના વડે યથાવિધિ પૂજા કરીને જાગૃત બુદ્ધિથી આ રીતે સ્તુતિ કરવા માંડી. “સંપૂર્ણ જગતને જાણનારા અને દેવતાઓ પણ જેમની સેવા કરવા ઘણા તત્પર થઈ રહે છે, એવા શ્રી દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાનને મ્હારો નમસ્કાર થાઓ. પરમ આનંદ કંદ સરખા, પરમાર્થને ઉપદેશ કરનારા, પરબ્રહ્મ સ્વરૂપવાન, અને
'૩૪૪