________________
ભારને અનુક્રમે જય છે. તેથી વિલખા થએલા વિદ્યાધર રાજાએ પોતાનો પરાજ્ય થયો એમ જાણીને સંગ્રામ કરવાની સીધી રીતિ છોડી દીધી, અને તે પિતાની સર્વ શક્તિથી કુમાર ઉપર ધસી આવ્યો. વીસ ભુજાઓમાં ધારણ કરેલાં વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી કુમારને પ્રહાર કરનારો તે વિધાધર રાજ, સહસ્ત્રાર્જુનની મારક કેઈથી ન ખમાય એ થયો. મનમાં શુદ્ધ વિચાર રાખનારે રન્નમાર કુમાર “અન્યાયથી સંગ્રામ કરનાર કોઈ પણ પુરૂષની કોઈ કાળે છત ન થાય” એમ ધારી ઘરે ઉત્સાહવંત થયો.
વિધાધર રાજાએ કરેલા સર્વે પ્રહારથી અશ્વર ની ચાલાકીવડે છેતાને બચાવ કરનારા કુમારે તુરત જ સુરપ નામે બાણ હાથમાં લીધું. - એ શી રીતે તેડવાં ? તેને મર્મ જાણનારા કુમારે, અસ્ત્રાવડે જેને વાળ કાપે તેમ તેનાં સર્વ શસ્ત્રો તેડી નાંખ્ય, પછી કુમારે સંગ્રામમાં એક બારીક અર્ધચંદ્ર બાણવડ વિધાધર રાજાના ધનુષ્યના પણ શીધ્ર બે કટકા કર્યા. અને બીજા અર્ધચંદ્ર બાવડે કેઈથી ન ભેદાય એવા વિધાધર રાજાની છાતીમાં પ્રહાર કર્યા. ઘણું અજોબ છે કે, એક વણિકકુમારમાં પણ એવું અલ કિક પરાક્રમ હતું. લાખના રસ સરખા લોહીને ઝરનાર અને છાતીમાં થએલા પ્રહારથી દુઃખી થએલે વિધાધર રાજા હથિયાર વિનાને હેવાથી પાનખર ઋતુમાં પાંદડાં વિનાના થએલા પીપળાના ઝાડ જે થયો. વિધાધર રાજે તેવી સ્થિતિમાં હતું, તે પણ કૈધાંધ થઈ તેણે તેમ બહુ હેવાને લીધે કોઈથી પકડાય નહીં એવાં અનેક જાતનાં રૂપ બહુરપિણી વિઘાવડે કર્યા વિદ્યાધર રાજાએ આકાશમાં પ્રકટ કરેલાં તે લાખ રૂપે પવનના તેફાનની માફક સંપૂર્ણ જગતને ભયકારી થયાં, તે સમયે પ્રલયકાળનાં ભયંકર વાદળાં સરખાં તે રૂપથી સર્વ પ્રદેશ કાલે હેવાથી આકાશ ન જોવાય એવું ભયંકર થયું. રત્નસાર કુમારે જ્યાં જ્યાં પિતાની નજર ફેરવી, ત્યાં ત્યાં ભયંકર ભુજાના સમુદાયથી ન જવાય એવે વિદ્યાધર રાજા જ તેના જેવામાં આવ્યો. એટલું થયું તે પણ કુમારને અજાયબજ લાગ્યું, અને કિંચિતમાત્ર પણ ભય ન લાગે. ધીર પુરુષો કે પાંતકાળ આવી પડે તે પણ કાયર થાય કે શું? પછી કુમારે નિશાન કર્યા વિના ચારે તરફ બાણની વૃષ્ટિ શરૂ કરી.
૩૬૧