________________
પિતાના વતની દરકાર ન રાખતાં શેષનાગના મસ્તકે રહેલા મણિને સ્પર્શ કરે? તથા કોણ પ્રલય કાળના અગ્નિની જવાળાઓમાં વગર વિચારે પ્રવેશ કરે ?” એવાં વચન સાંભળતાંજ ચતુર પિપટના મનમાં શંકા આ વી, અને તે શીધ્ર મંદિરના દ્વારમાં આવી શું બનાવ બને છે, તે જેવા લાગે. એટલામાં ગંગા નદીના પૂરની માફક આકાશમાર્ગે આવતી વિવાધર રાજાની ઘણી શૂરવીર સેના તેના જોવામાં આવી. તીર્થના પ્રભાવથી, કાંઈ દેવિક પ્રભાવથી, ભાગ્યશાળી રત્નસારના આશ્ચર્યકારી ભાગ્યથી અથવા રત્નસારના પરિચયથી કોણ જાણે કયા કારણથી પોપટ શુરવીર પુરૂનું વ્રત પાળવામાં અગ્રેસર થયું. તેણે ગંભીર અને ઉચ્ચ સ્વરથી શત્રુની સેનાને હુંકાર કરીને કહ્યું કે, “અરે વિધાધર સુભટે ! દુષ્ટ બુદ્ધિથી કયાં દે છે ? દેવતાથી પણ ન છતાય એ કુમાર આગળ બેઠે છે તેને નથી જોતા ? સુવર્ણ સરખી તેજસ્વી કાયાને ધારણ કરનાર એ કુમાર જેમ ગરૂડ ચારે તરફ દેડનારા સર્પન ભદ ઉતારે છે, તેમ મદોન્મત્ત એવા તમારો અહંકાર ક્ષણમાત્રમાં ઉતારશે. આ કુમારને જે ક્રોધ ચઢશે તે યુદ્ધની વાર્તા તે દૂર રહી ! પણ તમને નાસતાં નાસતાં પણ ભૂમિનો છેડે નહી આવે.” વિધાધરના સુભટે વીરપુરૂષ સરખે પોપટને એવો હેકારે સાંભળીને વિલખા થયા, આશ્ચર્ય પામ્યા, ડરી ગયા, અને મનમાં વિચારવા લાગ્યા કે, “એ કોઈ દેવતા અથવા ભવનપતિ પોપટના રૂપે બેઠે છે. એમ ન હોય તે એ આ રીતે વિધાધરોને પણ હકારથી શી રીતે બોલાવે ? આગળ રહેલે કુમાર કે ભયંકર છે? કોણ જાણે આજ સુધી વિધાધરોના ઘણા સિંહનાદ પણ અમે સહન કર્યા છે. એમ છે છતાં આજ આ એક પિપટને તુચ્છ હેકારે અમારાથી કેમ સહન કરતે નથી ? વિધાધરેને પણ ભય ઉત્પન્ન કરે એ જેનો પોપટ પણ શરીર છે, તે આગળ રહેલ કુમાર કોણ જાણે કે હશે ? યુદ્ધ કરવામાં નિપુણ હોય તે પણ અજાણ્યાની સાથે કોણુ યુદ્ધ કરે ! કાંઈ તરવાનો અહંકાર - રાખતા હોય તે પણ તે પાર વિનાના સમુદ્રને તરી શકે કે શું?”
બીક પામેલા, આકુળ વ્યાકુળ થએલા અને પરાક્રમથી ભ્રષ્ટ થએલા સર્વે વિધરના સુભ પિપટ્ટને હેકારો સાંભળતાંજ ઉપર પ્રમાણે વિચારી
૩૫૬