________________
વાથી ઉત્પન્ન થએલે જશ મનહર ત્રણ ગીત ગાતજ ની ! એમ લાગતો હતો. ત્રણ ગોતમાં મલય પર્વત ઉપરથી આવતા પવનને સૂકાર શબ્દ એ પહેલું ગીત, ભ્રમરોના ઝંકાર શબ્દ એ બીજુ ગીત અને કેકિલ પક્ષીઓના મધુર શબ્દ એ ત્રીજું ગીત જાણવું.
તે સમયે ક્રીડા કરવાના રસવડે ઘણી ઉસુક થએલી તે બને રાજ કન્યાઓ મનનું આકર્ષણ થવાથી હર્ષ પામી વનમાં ગઈ. કોઈ હાથીના બચ્ચા ઉપર, તે કઈ ઘોડા ઉપર, કઈ મિશ્ર જાતિના ઘડા ઉપર, તો કઈ પાલખી અથવા રથ વગેરેમાં એવી રીતે જાતજાતના વાહનમાં બેસી ઘણે સખીઓનો પરિવાર તેમની સાથે નીકળ્યો. પાલખીમાં સુખે બેઠેલી સખીઓના પરિવારથી શોભતી બન્ને રાજકન્યાઓ, વિમાનમાં બેઠેલી અને દેવીઓના પરિવારથી શોભતી એવી લક્ષ્મી અને સરસ્વતી માફક શબવા લાગી. શેકની સમૂળ નાશ કરનારા ઘણું અશકવો જેમાં સર્વત્ર વ્યાપી રહ્યા છે, એવા અશોકવન નામના ઉધાનમાં તે રાજકન્યા આવી પહોંચી. અંદર કીકી સરખા ભ્રમર હોવાથી નેત્ર સમાન દેખાતાં પુની સાથે જાણે પ્રીતીથીજ કે શું ! પિતાના નેત્રોનો મેળાપ કરનારી રાજકન્યાઓ ઉધાનમાં જાવા લાગી. થોવનદશામાં આવેલી અશોકમંજરી કીડા કરનાર સ્ત્રીને ચિત્તને ઉત્સુક કરનારી, રક્ત અશોક વૃક્ષની શાખાએ મજબૂત બાંધેલા હિંડોળા ઉપર ચઢી. અશોકમંજરી ઉપર દઢ પ્રેમ રાખનારી સુંદર તિલક મા જરીએ પ્રથમ હિંડોળાને હિંચકા દીધા. સ્ત્રીના વશમાં પડેલો ભર્તાર જેમ સ્ત્રીના પાદપ્રહારથી હર્ષ પામી શરીરે વિકસ્વર થએલા રોમાંચ ધારણ કરે છે, તેમ અશકમંજરીના પાદપ્રહારથી સંતુષ્ટ થએલે અશોકવલ વિકસ્વર પુના મિષથી પોતાની રામરાજિ વિકસ્વર કરવા લાગ્યો કે શું! એમ લાગ્યું. આશ્ચર્યની વાત એ છે કે, . 'હિંડોળા ઉપર બેસી હીંચકા ખાનારી અશકમંજરી તરણ પુરૂષના મનમાં નાનાવિધ વિકાર ઉત્પન્ન કરી તેમનાં મનને અને તેને પણ હિંદળે ચઢયાં હોય તેમ હીંચકા ખવરાવવા લાગી. તે વખતે રણઝણ શબ્દ કરનારાં અશોકમ જરીનાં રત્નજડિત મેખળા આદિ આભૂષણ જાણે પોતે તૂટી જશે એવા ભયથી આક્રોશજ કરવા લાગ્યાં કે શું! એમ લાગ્યું.
૯૪૮