________________
ક્રીડારસમાં નિમગ્ન થએલી અશકમંજરી તરફ તરૂણ પુષે વિકસ્વર રેમ રાજિવાળા થઈ અને તરૂણ સ્ત્રીઓ મનમાં ઈર્ષ્યા આણી ક્ષણમાત્ર જતાં હતાં, તેટલામાં દુર્ભાગ્યથી પ્રચંડ પવનના વેગવડે હિંડોળો ત્રા ત્રા શબ્દ કરી અકસ્માત કી ગયે, અને તેની સાથે લોકોના મનમાંને. ક્રીડારસ પણ જતા રહ્યા. શરીરમાંની નાડી તૂટતાં જેમ લોકો આકુળ
વ્યાકુળ થાય છે, તેમ હિંડે ળા તૂટતાં જ સર્વે લોકો “આનું હવે શું થશે ?” એમ કહી આકુળ વ્યાકુળ થઈ હાહાકાર કરવા લાગ્યા. એટલામાં જાણે કૌતકથી આકાશમાં ગમન કરતી હોયની ! એવી તે અશોકમંજરી C.ડળ સહિત આકાશમાં વેગથી જતી વ્યાકુળ થએલા સ લ કેના જોવામાં આવી. તે વખતે લોકોએ, “હાય હાય ! કઈ યમ સરખે અદમ્ય પુરૂષ અને હરણ કરી જાય છે ! ! ” એવા ઉચ્ચ સ્વરે ઘણો
લાહલ કર્યો. પ્રચંડ ધનુષ્યો અને બાજુના સમુદાયને ધારણ કરનારા. શવને આગળ ટકવા ન દેનારા એવા શૂરવીર પુરૂ ષ ઝડપથી ત્યાં આવી પાસે ઉભા રહી અશકમંજરીનું હરણ ઊંચી દૃષ્ટિએ જોતા હતા, પરંતુ તેઓ કાંઈ પણ કરી શકશે નહી. ઠીક જ છે, અદશ્ય અપરાધીને કોણ શિક્ષા કરી શકે ?
કનકધ્વજ રાજા કાનમાં શાળ પેદા કરે એવું કન્યાનું હરણ સાંભળીને ક્ષણમાત્ર વજ પ્રહાર થયાની માફક થરે દુઃખી . “હે વત્સ ! તું કયાં ગઈ ? તું મને કેમ પિતાનું દર્શન દેતી નથી ? હે શુદ્ધ મનવાળી ! પૂર્વનો અતિશય પ્રેમ તે છોડી દીધું કે શું ? હાય હાય ! !” કનકધ્વજ રાજા વિરહાતુર થઈ આ રીતે શોક કરતો હતો, એટલામાં એક સેવકે આવીને કહ્યું કે, “હાય હાય ! હે સ્વામીન ! અશકમંજરીના શોકથી જર્જર મનવાળી થએલી તિલકમંજરી જેમ વૃક્ષની મંજરી પ્રચંડ પવનથી પડે છે, તેમ જબરી મૂળ ખાઈને પડી તે જાણે કંઠમાં પ્રાણ રાખી શરણ વિનાની થઈ ગઈ હતી ! એવી જણાય છે.” કનકધ્વજ રાજા ઘા ઉપર ખાર નાંખ્યા જેવું અથવા શરીરને બળી ગએલા ભાગ ઉપર ફોલ્લે થાય તેવું આ વચન સાંભળી કેટલાક માણસની સાથે શીઘ તિલાકમંજરી પાસે આવ્યો. પછી તિલકમંજરી, ચંદનનો રસ છાંટવા આદિ ઠંડા ઉપચાર
૩૦