________________
એવું શ્રી રૂષભદેવ ભગવાનનું શેાભીનું એક રત્નજડિત મ્હાટું મંદિર છે. આકાશમાં જેમ પૂર્ણ ચંદ્રમા શાભતા રહે છે, તેમ તે મંદિરમાં શ્રેષ્ઠ ચ દ્રકાંત મણુિની જિનપ્રતિમા શાભે છે. વિધાતાએ કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ વગેરે વસ્તુથી મહિમાના સાર લઇને તે પ્રતિમા ઘડી કે શું કેણુ જાણે ! હે તિલકમાંજરી! તું તે પ્રશસ્ત અને અતિશયથી જાગતી પ્રતિમાની પૂજા કર. તેથી હારી ડૅનને પત્તો મળશે, અને મેળાપ પણ થશે, તેમજ તારૂં બીજું પણ સર્વ સારૂ જ થશે. દેવાધિદેવ જિનેશ્વર મહારાજની સેવાથી શું ન થાય ? જો તું એમ કહીશ કે, તે દૂર મદિરે પૂજા કરવા દરાજ હું શી રીતે જ? અને પાછી શી રીતે આવું ? તે હૈ સુદરે ! હું તેને પણ ઉપાય કહું છું તે તું સાંભળ. કાર્યને ઉપાય ખડખડમાં પૂરેપૂરો ન કહ્યા હોય તેા કાર્ય સફળ થતું નથી. શંકરની પેઠે અમે તે કાર્ય કરવા સમર્થ અને કહેલું ગમે તે કાર્ય કરવા તૈયાર એવે એક મ્હારા ચદ્રચુડ નામે સેવક દેવતા છે. જેમ બ્રહ્માના આદેશથી હુંસ સરસ્વતીને લઇ જાય છે, તેમ મ્હારા આદેશથી તે દેવ મયૂરપક્ષીનું રૂપ કરીને તને વાંછિત જગ્યાએ લઈ જશે. ’
tr
ચક્રેશ્વરી દેવીએ એમ કહેતાં વારજ જાણે આકાશમાંથીજ પડયા કે શું ! કાણુ જાણે, એવા મધુર કેકારવ કરનારા એક સુદર પિંછાવાળેા મયૂરપક્ષી ક્યાંયથી પ્રકટ થયા. જેની ગતિની કાઇ બરોબરી ન કરી શકે. એવા તે દિવ્ય મયૂરપક્ષી ઉપર બેસીને તિલકમજરી દેવાની પેઠે જનમહારાજની પૂજા કરવા ક્ષણમાત્રમાં આવે છે, અને પાછી જાય છે. જ્યાં તિલકમજરી આવે છે, તેજ આ મનને આનંદ ઉત્પન્ન કરનારી અટવી, તેજ આ મંદિર, તેજ હું તિલકમજરી અને તેજ એ મ્હારા વિવેકી સયૂપક્ષી છે. હે કુમાર ! આ મ્હારા વૃતાંત મેં તને કહ્યા. હું ભાગ્યશાળ! હવે હું શુદ્ધ મનથી તને કાંઇક પૂછું છું. આજ એક માસ પુરા થયાં હું દરોજ અહિં આવું છું. મારવાડ દેશમાં જેમ ગંગા નદીનું નામ પણ ન મળે, તેમ મેં મ્હારી મ્હેનનું હજી સુધી નામ પણ સાંભળ્યું નહીં. કે જમમાં શ્રેષ્ઠ ! હું કુમાર! રૂપ વગેરેથી મ્હારા સરખી એવી કેઈ કન્યા જગી દર્ ભ્રમણ કરતાં કોઈ સ્થળે હારા શ્વેતામાં આવી ? ”
'
૩૫૩