________________
પરમયોગી એવા શ્રી આદિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. પરમામસ્વરૂપ, પ્રરમ આનંદના દાતાર, ત્રણે જગતના સ્વામિ અને ભવ્ય જીવના રક્ષક એવા શ્રી યુગાદિ દેવને મહારો નમસ્કાર થાઓ. મહાત્મા પુરૂષોને વંદન કરવા , લક્ષ્મીનું અને મંગળનું સ્થાનક તથા ગિઓને પણ જેમના
સ્વરૂપનું જ્ઞાન થતું નથી એવા શ્રી આદિનાથ ભગવાનને મહારે નમસકાર થાઓ.” ઉલ્લાસથી જેના શરીર ઉપર ફણસના ફળ માફક રોમરાજ વિકસ્વર થઈ છે, એવા રત્નસાર કુમારે જિનેશ્વર ભગવાનની આ રીતે સ્તુતિ કરી, તત્વાર્થની પ્રતિ હેવાથી એમ માન્યું કે, “મને મુસાફરીનું પૂરેપૂરું ફળ આજે મળ્યું.”
પછી રત્નસાર કુમારે તૃષાથી મંદિરના ઓગલા ભાગમાં રહેલી શોભ ૩૫ પીડાયેલા માણસની પેઠે ઉત્તમ અમૃતનું વારંવાર પાન કરીને તૃપ્તિસુખ ભોગવ્યું. તે ઉપરાંત, એક શેભાનું સ્થાનક એવા મંદિરના ઓટલા ઉપર બેઠેલે રત્નસાર, મન્મત્ત રાવત હાથી ઉપર બેઠેલા દરદની પેઠે શોભવા લાગ્યા. પછી રત્નસાર કુમારે પોપટને કહ્યું કે, “તાપસ કુમારની હર્ષ ઉત્પન્ન કરનારી કાંઈ પણ શુદ્ધિ હજી કેમ નથી મળતી ?” પોપટે કહ્યું કે, “હે મિત્ર ! વિષાદ ન કર. હર્ષ ધારણ કર. આગલા ભાગમાં શકુન દેખાય છે, તેથી નિચે આજ તને તે તાપસ કુમાર મળશે.” એટલામાં, સર્વ અંગે પહેરેલાં સુશોભિત આભૂષણથી સર્વે દિશાઓને પ્રકાશિત કરતી એવી એક સુંદર સ્ત્રી સામી આવી. મસ્તકે રત્ન સરખી શિખા ધારણ કરનાર, જેનાર લોકોને ઘણો આનંદ પેદા કરનાર, મનહર પિચછના સમુદાયથી શોભાને ધારણ કરનાર, મુખે મધુર કેકારવ કરનાર, બીન મયુરોને પોતાની અલોકિક શોભાથી હરાવનાર અને ઇંદ્રના અશ્વને પણ પિતાના વેગથી તુચ્છ ગણનાર એવા એક દિવ્ય મયૂર પક્ષો ઉપર તે સ્ત્રી બેઠી હતી. તેના શરીરની કાંતિ દીવ્ય હતી. શ્રીધર્મની આરાધના કરવામાં નિપુણ એવી તે સ્ત્રી પ્રજ્ઞપ્તિ દેવી માફક દેખાતી હતી. કમલિનીની પેઠે પિતાના સર્વ શરીરમાંથી તે કમળ પુષ્પ જેવી સુધીની વૃષ્ટિ કરતી હતી. તેની સુંદર તરૂણ અવસ્થા દીપતી હતી, અને તેનું લાવણ્ય અમૃતની નીક સરખું જણાતું હતું. જાણે રંભાજ પૃથ્વી
(૩૪૫