________________
મનથી ખરેખર પ્રેમ રાખનાર માણસ આગળ છાનું રખાય એવું તે શું હોય ?તાપસ કુમાર આમ બોલે છે, એટલામાં મદભત હાથીની પેઠે વનને વેગથી સમૂળ ઉખેડી નાંખનારો, એક સરખી ઉછળતી ધૂળના ઢગલાથી ત્રણે જગતને કઈ વખતે જોવામાં ન આવેલા ઘનઘોર ધુમાડામાં
અતિશય ગર્ક કરનારો, ન સંભળાય એવા મહા ભયંકર ઘકાર શબદથી દિશાઓમાં રહેનારા માણસના કાનને પણ જર્જર કરનારે, તાપસ કુમારના પિતાનો વૃત્તાંત કહેવાના મનોરથ રૂ૫ રથને બળાત્કારથી ભાગી નાંખી પિતાના પ્રભંજન એવા નામને યથાર્થ કરનારો, અકસ્માતું ચઢી આવેલા મહા નદીના પૂરની પેઠે સમગ્ર વરતુને બાડનારે તથા તેની દુષ્ટ ઉત્પાત પવનની પેઠે ખમી ન શકાય એ પવન સખત વેગથી વાવા લાગે. પછી કાબેલ ચેરની માફક મંત્રથી જ કે શું! રત્નસારની અને પિપટની આંખ ધળવડે બંધ કરીને તે પવને તાપસ કુમારને હરણ કર્યા. ત્યારે પોપટે અને રત્નસાર કુમારે કાને ન સંભળાય એવા તાપસ કુમાર નો વિલાપ માત્ર સાંભળ્યો. તે નીચે પ્રમાણે :--
“હાય હાય છે ઘણુ વીપરી આવી પડી ! ! સકળ લેકના આધાર, અતિશય સુંદર, સંપૂરા કાના મનનું વિશ્રાંતિ સ્થાનક, હાટા પરાક્રમી, જગતની રક્ષા કરવામાં દક્ષ એવા હે કુમાર! આ દુઃખમાંથી મને બચાવ, બચાવ !” ક્રોધથી યુદ્ધ કરવા સિદ્ધ થએલો રત્નસાર, “અરે પાપી! મહારા વિના જીવન એવા તાપસ કુમારને હરણ કરીને કયાં જાય છે?” એમ ઉચ્ચ સ્વરે કહી તથા દષ્ટિવિષ સર્પ સરખી વિકાળ તરવાર માનમાંથી કાઢીને હાથમાં લઈ વેગથી તેની પછવાડે છે. ભલે, પિતાને શુરવીર સમજનાર લોકોની રીતી એવી જ છે. વીજળીની પેઠે અતિશય વેગથી રત્નસાર ડોક દૂર ગયો, એટલામાં રતનસારના અદ્ભૂત ચરિત્રથી અજાયબ થયેલા પિપટે કહ્યું કે, “હે રત્નસાર કુમાર ! તું ચતુર છતાં મુગ્ધ માણસની પેઠે કેમ પાછળ દોડે છે ? તાપસ કુમાર કયાં અને આ તોકાની પવન ક્યાં? યમ જેમ જીવિત લઈ જાય છે, તેમ આ ઘણો તફાની પવન તાપસ કુમારને હરણ કરી, કૃતાર્થ થઈ કોણ જાણે તેને ક્યાં અને કેવી રીતે લઈ ગયો? હે કુમાર ! એટલી વારમાં તે પવન તાપસ
૩૪૨