________________
ને દાન મળતું હોય અથવા બીજા કેઈને લાભ થતું હોય તે તેમાં પણ અંતરાય કરતો હતો. એક વખતે સુંદર નામને શ્રાવક તેને મુનિરાજ પાસે લઈ ગયો. કાંઈક ભાવથી તથા કાંઈક દાક્ષિણ્યથી તેણે દરરોજ ચેત્યવંદન કરવાનો અભિગ્રહ બરાબર પાળ્યો. તે પુણ્યથી હે ધનમિત્ર! તું ધનવાન વણિકને પુત્ર છે, અને અમને મળે. તથા પૂર્વભવે કરેલા પાપથી ઘણે દરિદ્રી અને દુઃખી થયે. જે જે રીતે કર્મ કરાય છે, તેજ તેના કરતાં હજાર ગણું તેજ રીતે ભોગવવું પડે છે. એમ જાણીને ઉચિત હોય તે આચરવું.”
કેવળીનાં એવાં વચનથી પ્રતિબોધ પામેલા ધનમિત્ર શ્રાવપણું સ્વીકાર્યું. તથા રાત્રિના અને દિવસના પહેલા પહેરમાં ધર્મ જ આચરે, એવો અભિગ્રહ પણ ગ્રહણ કર્યો. પછી એક બાવકને ઘેર તે ઉતર્યો. પ્રભાત કાળમાં માળીની સાથે ભાગમાં કુલ ભેગાં કરીને તે ઘરદેરાસરમાં ભગવાનની પરમ ભક્તથી પૂજા કરતા હતા. તથા બીજ, ત્રીજા વગેરે પહેરમાં દેશવિરૂદ્ધ, રાજવિરૂદ્ધ વગેરેને છેડી દઈને વ્યવહારશુદ્ધિથી તથા ઉચિત આચરણથી શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે તે ધનમિત્ર વ્યાપાર કરતે હતે. તેથી તેને નિર્વાહ જેટલું સુખે મળવા લાગ્યું. એમ કરતાં જેમ જેમ તેની ધમને વિષે દઢતા થઈ, તેમ તેમ તેને વધુ ને વધુ ધન મળવા લાગ્યું, અને ધર્મકરણમાં વધુ ને વધુ વ્યય થવા લાગે. આગળ જતાં ધનમિત્ર જૂદા ઘરમાં રહ્યા અને ધર્મિષ્ટ જાણીને કોઈ શેઠે તેને પિતાની કન્યા પણ આપી. એક વખતે ગાયોને સમુદાય વગડામાં જવા નીકળ્યા, ત્યારે ગોળ, તેલ આદિ વસ્તુ વેચવા તે જતા હતા. ગાયોના સમુદાયને ધણું ગોવાળિયો આ અંગારા છે' એમ સમજીને સેનાનો નિધિ નાંખી દેતો હતો, તેને જોઈ ધનમિત્રે કહ્યું. “સનું છે, કેમ નાંખી દે છે.” ગોકુળના ધણીએ કહ્યું, “પૂર્વે પણ અમારા પિતાજીએ “આ સેનું છે” એમ કહી અને ઠગ્યા, તેમ તું પણ અમને ઠગવા આવ્યું છે. ” ધનમિત્રે કહ્યું. “હું ખોટું કહે તે નથી. ”ગેકુળના ધણીએ કહ્યું, “એમ હોય તો અમને ગેળ વગેરે આપીને તુંજ આ સેનું સે.” પછી ધનમિત્રે તે પ્રમાણે કર્યું, અને તેથી તેને ત્રીસ હજાર નૈયા મળ્યા. તથા બીજું પણ તેણે ઘણું ધન મેળ
૩૨૬