________________
માત્રમાં સંતોષ રાખવો, ૩ સુખે નિદ્રા લેવી, ૪ સહજમાં જાગૃત થવું, ૫ સ્વામી ઉપર ભક્તિ રાખવી, અને ૬ વર રહેવું એ છે શીખામણે કૂતરા પાસેથી લેવી. ૧ ઉપાડેલ ભાર વહેવા, ૨ તાઢની તથા તાપની પરવા રાખવી નહીં અને ૩ હમેશાં સંતુષ્ટ રહેવું, એ ત્રણ શીખામણે ગધડા પાસેથી લેશી.”
આ વગેરે નીતિશાસ્ત્રમાં કહેલા સર્વ ઉચિત આચરણને સુશ્રાવકે રામ્યફ પ્રકારે વિચાર કરે . કર્યું છે કે – જે માણસ હિત ક્યું ? અહિત કયું? ઉચિન વાત કઈ ? અનુચિત કઈ ? વસ્તુ કઈ ? અવસ્તુ કઈ ? એ પિતે જાણી શકતો નથી, તે શિંગડા વિનાનો પશુ સંસાર રૂપી વનમાં ભટકે છે. જે માણસ બેલવામાં, જોવામાં, રમવામાં, પ્રેરણા કરવામાં, રહેવામાં પરીક્ષા કરવામાં, વ્યવહાર કરવામાં, ભવામાં, પોસા મેળવવામાં, દાન દેવામાં, હાલચાલ કરવામાં, અભ્યાસ કરવામાં, ખુશી થવામાં અને વૃદ્ધિ પામવામાં કોઈ જાણતો નથી, તે બેશરમ શિરોમણિ દુનિયામાં શા માટે જીવતો હશે ? જે માણસ પોતાને અને પારકે ઠેકાણે બેસવું, સુવું, ભોગવવું, પહેરવું, બોલવું, એ સર્વ બરાબર જાણે તે ઉત્તમ દ્વિાન જાણુ. આ સંબંધી વિસ્તારથી લખવાની કાંઈ વિશેષ જરૂર જણાતી નથી.
વ્યવહાર શુદ્ધિ વગેરે ત્રણ શુદ્ધિથી પિસા મેળવવા સંબંધી આ પમાણે દષ્ટાંત છેઃ–વિનયપુર નગરમાં ધનવાન એ વસુભદ્રાનો ધનમિત્ર નામને પુત્ર હતા. નાનપણમાં તેના માતા પિતા મરણ પામવાથી તે ઘણે દુ:ખી તથા ધનની હાનિ થવાથી ઘણે દરિદી થયો. તરૂણ અવસ્થામાં પગ તેને કન્યા મળી નહીં, ત્યારે તે શરમાઈને ધન મેળવા માટે પરદેશ ગયો. જમીનમાં દાટેલું ધન કાઢવાના ઉપાય, દિનિયા, સિદ્ધરસ, મંત્ર, જળની તથા સ્થળની મુસાફરી, જાત જાતના વ્યાપાર, રાજાદિકની સેવા વગેરે ઘણું ઉપાય કર્યા, તો પણ તે ધનામિત્રને ધન મળ્યું નહીં. તેથી તેણે અતિશય ઉદ્વિગ્ન થઈ ગજપુર નગરમાં કેવળી ભગવાનને પિતાનો પૂર્વભવ પૂછો. કેવળી ભગવાને કહ્યું, “વિજયપુર નગરમાં ઘણે કૃપણું એવો ગંગદત્ત નામનો ગૃહપતિ રહેતો હશે. તે ઘણો મરી તથા બીજા
૩૨૫