________________
તિરસ્કાર કરનારી એવી આ અતિશય ઉતાવળ કરવાનું પ્રયોજન શું ? અને મહારી સાથે તે પ્રીતિ કરવા ઈચ્છે છે, તેનું પણ કારણ શું?”
તાપસ કુમારનું એવું મનોહર ભાષણ પૂર્ણપણે સાંભળતાં એકલે ત્નસાર જ નહીં, પરંતુ ઘડો પણ ઉત્સુક થયો. તેથી કુમારનું મન જેમ ત્યાં સ્થિર થયું, તેમ તે અશ્વ પણ ત્યાં સ્થિર ઉમે રજો. ઉત્તમ અને વર્તન અસવારની મરજી માફકજ હોય છે. નિસાર તાપસ કુમારના સેદર્યથી અને બોલવાની ચતુરાઈથી મેડિત થવાથી તથા ઉત્તર આપવા જેવી બાબત ન હોવાથી કાંઈ ઉત્તર આપી શકશે નહીં. એટલામાં તે ભલે પેટ વાચાળ માણસની માફક ઉચ્ચારે બોલવા લાગ્યા. જે સર્વ અવસરને જાણ હોય, તે અવસર મળે કાંઈ વિલંબ કરે ? પિપટ કહે છે. “ હે તાપસ કુમાર ! કુમારનું કુળ વગેરે પૂછવાનું પ્રયોજન શું છે ? હાલમાં તે અહિં કાંઈ વિવાહ માંડ્યો નથી. ઉચિત આચરણ આચરવામાં તું ચતુરજ છે. તથાપિ તે તને કહું છું. સર્વે વ્રતધારીઓને ઘેર આવેલ આતિથી સર્વ પ્રકારે પૂજવા લાયક છે. લૌકિક શાસ્ત્રકારોએ કહ્યું છે કેચારે વનો ગુરુ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણના ગુરૂ અગ્નિ છે, સ્ત્રીઓનો ભરથાર એજ એક ગુરૂ છે, અને સર્વ લોકોને ગુરૂ ઘેર આવેલ અતિથિ છે. માટે હે તાપસ કુમાર ! જે હારું વિત્ત આ કુમાર ઉપર હોય તે, એની ઘણી પરણગત કર. બીજા સર્વ વિચાર કરે મૂકી દે.” પોપટની એવી ચતુર ઉક્તિથી રાજી થએસા તાપસ કુમારે રનના હાર સરખી પતાની કમળમાળા ઝટ પોપટના ગળામાં પહેરા વી. અને રત્નસારને કહ્યું કે, “ હું કુમાર ! તું જ જગતમાં વખાણવા લાયક છે. કારણ કે, ત્યારે પોપટ પણ વચન ચાતુરીમાં ઘણે જ નિપુણ છે. ત્યારું સૈભાગ્ય સર્વે કરતાં ઉત્તમ છે. માટે હે કુમાર ! હવે ઘોડા ઉપરથી ઉતર, હાર ભાવ ધ્યાનમાં લઈ મારો પરણે થા, અને અમને કૃતાર્થ કર. વિકાસ પામેલાં કમળોથી શોભતું અને નિર્મળ જળને ધારણ કરનારું એવું આ નેહાનું સરખું એક તળાવ છે. આ સઘળે સુંદર વનને સમુદાય છે, અને અમે
હારા તાબેદાર છીએ. મહારા જેવા તાપથી હારી પરોણાગત તે શી (થ માની ? નમ તપસ્વિના મઠમાં રાજાની આસન વાસના તે શી થાય ?
૩૩૮