________________
આવ” એમ કહી કુમારને બોલાવતી જ હેની ! એવી દેખાતી હતી. તે હેટી અટવીમાંનાં વૃક્ષ ધ્રુજતી શાખાઓના ટુંકના બહાનાથી જાણે તે અશ્વરત્નનો વેગ જોઈ ચમત્કાર પામી પિતાનાં મસ્તક ધુણાવતાં હોયની ! એવાં દેખાતાં હતાં. તે મહા અટવીમાં ભિક્ષની સ્ત્રીઓ જાણે કુમારનું મનોરંજન કરવાને અર્થેજ કે શું! કિનરીની પેઠે મધુર સ્વરથી ઉભટ ગીતો ગાતી હતી.
આગળ જતાં રત્નસાર કુમારે હિંડોળા ઉપર હિંચકા ખાતા એક તાપસ કુમારને નેહવાળી નજરથી જોયે. તે તાપસ કુમાર ભર્યલોકમાં આવેલા નાગકુમાર જેવો સુંદર હત; પ્રિય બાંધવ સરખી તેની દષ્ટિ જેતાંતજ નેહવાળી દેખાતી હતી, અને તેને જોતાં જ એમ જણાતું હતું કે, હવે જોવા જેવું કાંઈ પણ રહ્યું નથી. તે તાપસ કુમાર પણ કામદેવ સરખા સુંદર રત્નસાર કુમારને જોઈને, જેમ વરને જોવાથી કન્યાના મેનમાં લજા વગેરે પેદા થાય છે, તેમ તે તાપસ કુમારના મનમાં લજજા, ઉસ્તા , હર્ષ વગેરે મનોવિકાર ઉત્પન્ન થયા. ઘણા મનેવિકારથી ઉત્તમ એ તાપસ કુમાર મનમાં શું-ય જે થયો હતો, તથાપિ કઈ પણ રીતે ધંયે પકડીને તેણે હિંડોળા ઉપરથી ઉતરી રત્નસાર કુમારને આ રીતે સવાલ કર્યો. “હે જગવલ્લભ !! હે સૌભાગ્યનિધે! અમારા ઉપર કૃપા દષ્ટિ રાખ, સ્થિરતા ધારણ કર, પ્રમાદ ન કર, અને અમારી સાથે વાત ચીત કર. હારા નિવાસથી કે દેશ અને કયું નગર જગતમાં ઉત્તમ અને પ્રશંસા કરવા યોગ્ય થયું ? હારા જન્મથી કયું કુળ ઉત્સવથી ૫૦ રિપૂરું થયું ? લ્હારા સંબંધથી કઈ જાતિ જાઈના પુષ્પ પેઠે સુગંધી થઈ ? કે જેની અમે પ્રશંસા કરીએ ? એ ઐક્યને આનંદ પમાડનાર ત્યારે પિતા કે ? તને પણ પૂજવા યોગ્ય એવી હારી માન્ય માતા કોણ! સમગ્ર સુંદર વસ્તુમાં એક એવો તું જેમની સાથે સગાઈ સંબધ રાખે છે. તે સજનની પેઠે જગતને આનંદ પમાડનારા હારા સ્વજન ક્યા? જે વડે જગતમાં તું એાળખાય છે, તે માટાઈનું સ્થાનક એવું હારું નામ ક્યું ? ત્યારે પોતાના ઈષ્ટ્ર માણસને દૂર રાખવાનું શું કારણ બન્યું ? કેમ કે, તું કોઈ પણ મિત્ર વિના એકજ દેખાય છે. બીજાને