________________
તથાપિ હું મારી શક્તિ પ્રમાણે તને કાંઈક ભક્તિ દેખાડું. કોઈ સ્થળે કેળાંનું ઝાડ પિતાની છાયાથી નીચે બેસનારને વિશ્રાંતિ સુખ નથી આપતું કે શું? માટે શીવ્ર મહેરબાની કરી આજ મહારી વિનતિ કબૂલ કર. મુસાફરી કરનારા પુરૂષે કોઈની વિનંતિ કોઈ પણ વખતે ફગટ જવા દેતા નથી.”
રત્નસારના મનમાં ઘડા ઉપરથી ઉતરવાનો વિચાર પહેલેથી જ આવ્યો હતું. પાછળથી જાણે સારા શકુનોજ હેની ! એવાં તાપસ કુમારનાં વચન નથી તે નીચે ઉતર્યો. પછી તે બન્ને કુમારો જાણે જન્મથી માંડીનેજ મિત્ર હાયની ! તે રીતે પ્રથમ મનથી મળ્યા હતા; તે હમણું પ્રીતિથી એક બીજાને સુખ ઉત્પન્ન કરનાર શરીરવડે પણ માહમાંહે રમાલિંગન કરીને મળ્યા. પછી મહામહે દૃઢ થએલી પ્રીતિ તેરીને તેની જ રાખવાને અર્થ તે બન્ને જણા એક બીજાને હાથ પકડી થોડી વાર ત્યાં આમતેમ ફરવા લાગ્યા. પ્રીતિથી માંહોમાંહે હસ્તમેળાપ કરનારા બન્ને કુમાર જંગલની અંદર ક્રીડા કરનાર બે હાથીના બચ્ચાની પેઠે શોભવા લાગ્યા. તાપસ કુમારે જેમ પિતાનું સ ર્વસ્વ દેખાડયું, તેમ તે અટવીમાં પર્વત, નદીઓ, તળા, ક્રીડા કરવાનાં સ્થાનકો વગેરે સર્વ રત્નસારને દેખાડ્યાં. ફળોની તથા ફુલોની ઘણી સમૃદ્ધ થવાથી નમી ગએલાં એવાં, પૂર્વે કઈ સમયે જોવામાં ન આવેલાં કેટલાંક વૃક્ષ નામ દઈ દઈને તાપસ કુમારે રત્નસારને પોતાના ગુરૂ માફક ઓળખાવ્યાં. પછી રત્નસાર, તાપસ કુમારના કહેવાથી થાક દૂર કરવાને માટે અને કૌતુકને અર્થ હાથીની પેઠે એક હા ! સરોવરમાં ન્હાયો. તાપસ કુમારે રત્નસારને સારી પેઠે ન્હાયાની વાત પૂછીને તેની આગળ ફળફળાદિ લાવી મૂક્યાં. તે આ પ્રમાણે—જાણે પ્રત્યક્ષ અમૃતજ હાજની ! એની પાકી તથા કાંઈક કાચી દ્રાક્ષ, વ્રતધારી લેકનાં મન પણ જેમને નજરે જોતાં જ ભક્ષ કરવાને અર્થે અધીર થઈ જાય એવાં પ. કેવાં સુંદર આયુફળો, ઘણાં નાળીયેર, કેળાં, પાકાં સુધાકરીનાં ફળો, ખજૂરનાં ફળો, મીઠાશનું ઘરજે હાયની ! એવાં ઘણા રાયણનાં ફળો, પાક રામલકીનાં ફળે, જેની અંદર સ્નિગ્ધ બીજ છે એવાં હારબંધ ચાવળીનાં ફળ, સારાં બીજવાળ સુંદર બીજફળે, સારાં મધુર બીર, સુંદર
૩૨,