________________
તેથી ગૃહસ્થ પુરૂષને સુખ મળે છે. પરિગ્રહ પરિમાણ વ્રતના અગીકારથી ગૃહસ્થ પુરૂષોને દેશથી સંતોષ વૃદ્ધિ પામે છે કારણ કે, પરિગ્રહ પરિમાણુ કરવાથી પાર વિનાની આશા મર્યાદામાં આવી રહે છે. સર્વથી સતેષની વૃદ્ધિ તા મુનિરાજધીજ કરી શકાય છે. તેથી અનુત્તર વિમાનવાસી દેવા કરતાં પણ સારૂં સુખ આલેકમાંજ મળે છે.
ભગવતી સૂત્રમાં કહ્યું છે કે—એક માસ સુધી દીક્ષાપર્યાય પાળનારા સાધુ આદરેલા ચારિત્રના વિશુદ્ધ પરિણામથી વામતરની, બે માસ સુધી પાળનારા ભવનપતિની, ત્રણ માસ સુધી પાળનારા અસુરકુમારની, ચાર માસ સુધી પાળનારા જ્યોતિષીની, પાંચ માસ સુધી પાળનારા ચંદ્ર સૂર્યની, છ માસ સુધી પાળનારા સાધર્મ તથા ઈશાન દેવતાની, સાત માસ સુધી પાળનારા સનકુમારવાસી દેવતાની, આઠે માસ સુધી પાળનારા બ્રહ્મવાસી તથા લાંતકવાસી દેવતાની, નવ માસ સુધી પાળનારા શુક્રવાસી તથા સહસ્ત્રારવાસી દેવતાની, દશ માસ સુધી પાળનારા આનત આદિ ચાર દેવલોકમાં રહેનાર દેવતાની, અગીઆર માસ સુધી પાળનારા ત્રૈવેયક વાસી દેવતાની તથા બાર માસ સુધી પાળનારા અનુત્તરાષપાતિક દેવતાની મનમાં ઉત્પન્ન થએલી સુખની પ્રાપ્તિનું ઉલ્લંધન કરે છે.
જે માણસ સંતેાવી નથી, તેને ધણા ચક્રñ રાજ્યેથી, અખુટ ધનથી, તથા સર્વે ભોગપભોગનાં સાધનાથી પણ સુખ પ્રાપ્ત થતું નથી. સુભૂમ ચક્રવર્તી, કાણિક રાજા, મમ્મણ શેઠ, હાસા પ્રહાસા પતિ વગેરે મનુષ્યો સંતાય ન રાખવાથીજ દુ:ખી થયા. કેમકે---અભય કુમારની પેઠે સંતોષ રાખનારને જે કાંઈ સુખ મળે છે, તે સુખ અસતેષી એવા ચક્ર વર્તીને તથા ઇંદ્રને પણુ મળી શકતું નથી. ઉપર ઉપર તેનારા સર્વે દરિદ્રી થાય છે; પણ નીચે નીચે જોનાર કયા માણુસી મ્હોટાઇ વૃદ્ધિ ન પામી ? માટે સુખને પુષ્ટિ આપનાર એવા સંતાપને સાધવાને અર્થે તું પોતાની ઈચ્છ: માફક ધન ધાન્ય આદિ પરિગ્રહનું પરિમાણુ કર. ધર્મ, નિયમપૂર્વક લેશ માત્ર આચર્યો હોય, તેા પણ તેથી પાર વિનાનું કુળ મળે છે; પરંતુ નિયમ લીધા વિના ઘણા ધર્મ આચયાં હોય, તા પણ તેથી સ્વલ્પ માત્ર કુળ મળે છે. જીએ ! કૂવામાં સ્વલ્પ માત્ર ઝરણું હાય છે, તે પણ તે
૩૩૧