________________
તાડનાઓ સહન કરી, અને તેવો અવસર આવે કાળા સાપની માફક ધની જવું. એક સંપમાં રહેલા ગમે તેવા તુછ લોક હેય તો પણ તેમને બેલિષ્ટ લોકો ઉપદ્રવ કરી શકતા નથી. જુઓ, સામે પવન હોય તો પણ તે એક જથામાં રહેલી વેલડીઓને કોઈ પણ બાધા ઉત્પન્ન કરી શકતો નથી. વિદ્વાન પુરૂ શત્રુને એક વાર વધારીને પછી તેને તદન નાશ કરે છે. કારણ કે, પ્રથમ ગોળ ખાઈને સારી પેઠે વધારેલો કફ, સુખે બહાર કાઢી શકાય છે. જેમ સમુદ્ર વડવાનળને દરરોજ નિયમિત જળ આપે છે, તેમ બુદ્ધિશાળી પુરૂષ સંસ્વ હરણ કરવા સમર્થ એવા શત્રુને અલ્પ અને ૫ દાન કરીને પ્રસન્ન કરે છે. જોકે પગમાં ભાગેલા કાંટાને જેમ હાથમાંના કાંટાથી કાઢી નાંખે છે, તેમ ડાહ્યા પુરૂષ એક તીણ શત્રુથી બીજા તીણ શત્રુને જીતી શકે છે. જેમ અાપતું પક્ષી મેઘનો શબ્દ સાંભળી તેની તરફ કૂદકા મારી પિતાનું અંગ ભાગી નાંખે છે, તેને પોતાની તથા શત્રુની શક્તિનો વિચાર ન કરતાં જે મનુષ્ય શત્રુ ઉપર દોડે છે તે નાશ પામે છે. જેમ કાગડીએ સુવપરથી કૃષ્ણ સર્પને નીચે પાડ્યો, તેમ ડાહ્યા પુરૂષે બળથી નહીં થઈ શકે એવું કાર્ય યુકિતથી કરવું. નખવાળા અને શીંગવાળા જાનવરે, નદીઓ, શસ્ત્રધારી પુરૂષો, સ્ત્રીઓ એને રાજાઓ એમનો વિશ્વાસ કઈ કાળે કરવો નહીં.
સિહથી એક, બગલાથી એક, કૂકડાથી ચાર, કાગડાથી પાંચ, કૂતરાથી છ અને ગધેડાથી ત્રણ શીખામણ લેવી. સિંહ જેમ સર્વ શક્તિ વડે એક ફાળ મારી પોતાનું કામ સાધે છે, તેમ ડાલા પુરુષે ડું અથવા ઘણું જે કામ કરવું હોય તે સર્વ શક્તિથી કરવું, બગલાની પેઠે યોનો વિચાર કરે, સિંહની પેઠે પરાક્રમ કરવું, વરૂની માફક લૂટવું, અને સસલાની પેઠે નાસી જવું. ૧ સઉને પહેલાં ઊઠવું, ૨ લઢવું, ૩ બંધુવર્ગમાં ખાવાની વસ્તુ વહેંચવી અને ૪ સ્ત્રીને પ્રથમ તાબામાં લઈ પછી ભોગવવી, એ ચાર શીખામણે કૂકડા પાસેથી લેવી. ૧ એકાંતમાં સ્ત્રીબેગ કરો, ૨ ધિટાઈ રાખવી, ૩ અવસર આવે ઘર બાંધવું, ૪ પ્રમાદ ન કરવા અને ૫ કોઈ ઉપર વિશ્વાસ ન રાખવા, એ પાંચ શીખામણે કાગડા પાસેથી લેવી. ૧ સરછ માફક ભજન કરવું, ૨ અવસરે આપ
૩૨૪