________________
નાડી વહેતી હોય, તે બાજુને પગ આગળ મૂકો. તેમ કરવાથી માણસના વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે. જાણુ પુરૂષે માર્ગે જતાં સામા આવેલા રોગી, વૃદ્ધ, બ્રાહાણ, અંધ, ગાય, પૂજ્ય પુરૂષ, રાજા, ગર્ભિણું સ્ત્રી અને માથે ભાર હોવાથી નમી ગએલો માણસ એટલા લોકોને પ્રથમ માર્ગ આપીને પછી પિતે જવું. પકવ અથવા અપકવ ધાન્ય, પૂજવા યોગ્ય મંત્રનું મંડળ, નાંખી દીધેલું વિટાણું, સ્નાનનું ઉદક, રૂધિર અને મડદું એટલાં વાનાં ઉલ ધીને ગમન ન કરવું. ગૂંક, ભષ્મ, વિષ્ટા, મૂત્ર, પ્રજવલિત
અગ્નિ, સર્પ, માણસ અને આયુધ એટલાં વાનાં બુદ્ધિશાળી પુરૂષે કોઈ કાળે પણ ઉલ્લંઘન ન કરવાં. વિવેકી પુરૂષે નદીના કાંઠા સૂધી, ગાયે બાંધવાના સ્થાનક સુધી, વડ આદિ વૃક્ષ, તળાવ, સરોવર, કૂવા, આરામ વગેરે આવે ત્યાં સુધી પોતાના બંધુને વળાવવા જવું.
કલ્યાણના અથ પુરૂષે રાત્રિને વખતે ઝાડની નીચે રહેવું નહીં. ઉત્સવ તથા સૂતક સમાપ્ત થયા પહેલાં કોઈ દૂર પ્રદેશ જવું નહીં. જાણુ પુરૂષ એલા અજાણ્યા માણસની સાથે અથવા દાસની સાથે ગમન ન કરવું. તથા મધ્યાન્હ સમયે અથવા મધ્ય રાત્રિએ પણ માર્ગે ગમન ન કરવું. ક્રૂર પુરૂષ, રખવાળ, ચાડીયા, શિલ્પી લેક અને અયોગ્ય મિત્ર ખટલાની સાથે ઘણી વાત ન કરવી. તથા અકાળે એમની સાથે કયાંય પણ ગમન ન કરવું. લક્ષ્મીની ઇચ્છા કરનાર માણસે માર્ગમાં ગમે એટલે થાક લાગે તો પણ પાડા, ગદંભ અને ગાય એમની ઉપર બેસવું નહીં. માણસે ભાગે જતાં હસ્તિથી એક હજાર, ગાડાથી પાંચ, તથા શિંગડાવાળા પશુથી અને અશ્વથી દશ હાથને છેટે ચાલવું. બુદ્ધિશાળી પુરૂષે ભાતું લીધા વિના માર્ગે ગમન ન કરવું. મુકામ કર્યા હોય ત્યાં ઘણું નિદ્રા ન લેવી, તથા સાથે આવનારા લોકો ઉપર વિશ્વાસ ન રાખ. શેક કાર્ય હોય તે પણ ક્યાંય એકલા ન જવું. જૂઓ એકલા કાકીડા સરખા તીર્થંચ વે બ્રાહ્મ
ની રક્ષા કરી. એકલા માણસે કોઈ પણ માણસને ઘેર ગમન ન કરવું. કોઇના ઘરમાં આડે માર્ગે પણ પ્રવેશ ન કરો.
બુદ્ધિમાન પુરૂષે જીર્ણ નાવમાં ન બેસવું, એકલાએ નદીમાં પ્રવેશ ન કરે અને સગા ભાઈની સાથે માર્ગે જવું નહીં. વિવેકી પુરૂષે પિતાની પાસે
૨૭૧