________________
એ કહ્યું, “અન્યાયથી મેળવેલું એ ધન કોઈ પણ રીતે સંધરવા યોગ્ય નથી. કેમકે, જેમ ખાટી કાંજી અંદર પડે તે દૂધને નાશ થાય છે, તેમ એ ધન લીધાથી પોતાનું ન્યાયથી ઉપાર્જેલું ધન પણ એની સાથે અવશ્ય નાશ પામે છે” એમ કહી દેવકીએ તે સર્વ અધિક કરિયાણું હતું તે જૂદું કરી યશશ્રછીને આપ્યું. “પોતાની મેળે ચાલ્યું આવેલું ધન કોણ મૂકે ! ” એવા લોભથી યશકી તે સર્વ કરિયાણું પિતાની વખારે લઈ ગયો. તેજ દિવસની રાત્રિએ ચોરોએ યશશ્રેણીની વખારે ધાડ પાડી સર્વ કરિયાણું લઈ ગયા. પ્રભાત કાળમાં કરિયાણાના ગ્રાહક ઘણા આવ્યા. તેથી બમણું તથા તેથી પણ વધારે મૂલા મળવાથી દેવકીને બહુ લાભ થયો. પછી યશશેકો પણ પસ્તાવો થવાથી સુશ્રાવક થશે, અને શુદ્ધ વ્યવહારથી ધન ઉપાર્જને સુખ પામ્યો. આ રીતે ન્યાયથી તથા અન્યાયથી ધન ઉપાર્જન કરવા ઉપર બે મિત્રોની કથા કહી છે.
આ વિષય ઉપર લૈકિક શાસ્ત્રમાં કહેલી એક વાર્તા નીચે પ્રમાણે છે.
ચંપાનગરીમાં સોમ નામે રાજા હતો. તેણે “સુપર્વને વિષે દાન આપ વા યોગ્ય સારૂં દ્રવ્ય કયું ? અને દાન લેવાને સુપાત્ર કોણ?”એવું મંત્રીને પૂછ્યું. મંત્રીએ કહ્યું. “ આ નગરમાં એક સુપાત્ર બ્રાહ્મણ છે, પણ ન્યાયથી ઉપાર્જન કરેલા શુભ દ્રવ્યનો યોગ મળ સર્વે લોકોને અને વિશેજે કરી રાજાને દુર્લભ છે. કેમ કે–જેમ સારા બીજનો અને સારા ક્ષેત્રને યોગ મળ કઠણ છે, તેમ શુદ્ધ મનને દાતા અને યોગ્ય ગુણને ધરાવનાર પાત્ર એ બન્નેનો યોગ મળ પણ દુર્લભ છે. તે સાંભળી સેમ રાજાએ પર્વ ઉપર પાત્રે દાન દેવાના હેતુથી કોઈ ન જાણે તેવી રીતે વેશ બદલીને રાત્રિને સમયે વણિક લોકોની દુકાને જઇ સાધારણ વણિક પુત્રને કરવા યોગ્ય કામ આઠ દિવસ સુધી કર્યું, અને તેના બદલામાં આઠ દ્રમ્પ ઉપાર્જન કર્યા. પર્વ આવેથી સર્વ બ્રાહ્મણોને નિમંત્રણ કરી સુપાત્ર બ્રાહ્મરાને બોલાવવા સારૂ મંત્રીને મોકલ્યો. મંત્રીએ તે બ્રાહ્મણને બોલાવતાં તેણે કહ્યું કે, “જે બ્રાહ્મણ લેભથી મોહમાં સપડાઇને રાજા પાસેથી દાન લે, તે તમિસ્ત્રાદિક ઘર નરકમાં પડી દુઃખી થાય. રાજાનું દાન મધમાં મિશ્ર કરેલા ઝેર સરખું છે. અવસર આવે