________________
ભલે પિતાના પુત્રનું માંસ ખાવું તે સારું પણ રાજા પાસેથી દાન ન લેવું. ચકી પાસેથી દાન લેવું તે દસ હિંસા સમાન, લાલ પાસેથી લેવું તે સે હિંસા સમાન, વેસ્યા પાસેથી લેવું તે હજાર હિંસા સમાન, અને રાજા પાસેથી લેવું તે દશ હજાર હિંસા સમાન છે. એવાં સ્મૃતિનાં તથા પુરાણ આદિનાં વચનોમાં રાજા પાસેથી દાન લેવામાં દેષ કહ્યું છે. માટે હું રાજદાન નહીં લઉં.” પછી મત્રીએ કહ્યું, “રાજા પિતાના ભુજા બળથી ન્યાયમાર્ગ મેળવેલું સારૂં નાણું તમને આપશે. માટે તે લેવામાં કાંઈ પાપ નથી.” વગેરે વચનોથી ઘણું સમજાવી મંત્રી તે સુપાત્ર બ્રાહ્મણને રાજાની પાસે લઈ ગયે. તેથી રાજાએ ઘણુ હથિી બ્રાહ્મણને બેસવા સારૂ આસન આપ્યું, પગ ધોઈ વિનયથી તેની પૂજા કરી, અને ન્યાયથી ઉપાજેલા આઠ દ્રમ્મ તેને દક્ષિણ તરીકે કોઈ ને જોઈ શકે એવી રીતે તેની મડીમાં આપ્યા. બીજા બ્રાહ્મણે તે જોઈ થોડા ગુસ્સે થયા. તેમના મનમાં એ વહેમ આવ્યું કે, “રાજાએ કાંઈ સારી વસ્તુ છાની રીતે એને આપી.” પછી રાજાએ સુવર્ણ વગેરે આપીને બીજા બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. સર્વની રાજા તરફથી વિદાયગીરી થઈ બીજા સ બ્રાહ્મણોનું રાજાએ આપેલું ધન કોઈનું છ માસમાં, તે કોઇનું તેથી થોડી વધુ મુદતમાં ખપી ગયું. પણ સુપાત્ર બ્રાહ્મણને આપેલા આઠ દ્રમ્ય અન્ન વસ્ત્ર આદિ કાર્યમાં વાપર્યા, તે પણ ન્યાયથી ઉપાર્જલા તેથી. ખુટયા નહીં. પણ અક્ષય નિધિની પેઠે તથા ક્ષેત્રમાં વાવેલા સાર બીજની પેઠે લક્ષ્મીની વૃદ્ધિ ઘણુ કાળ સુધી થતી રહી. આ રીતે ન્યાયાર્જિત ધન ઉપર સેમ રાજાની કથા છે.
૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રે શન એ બેના સંબંધથી ચઉમંગી (ચાર ભાંગા) થાય છે. તેમાં ૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્ર દાન એ બેના યોગથી પ્રથમ ભાંગે થાય છે, એ પુણ્યાનુબંધિ પુ. કર્યાનું કારણ હેવાથી એથી ઉત્કૃષ્ટ દેવતાપણું, યુગલિયાપણું તથા સમકિત વગેરેને લાભ થાય છે, અને એવી સામગ્રીના લાભને અંતે મેક્ષ પણ થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. અહિં ધનસાર્થવાહ તથા શાલિભદ્ર વગેરેનું દષ્ટાંત જાણવું.
૨૮૧