________________
ને પિતાના વચનનાં ઘણી વાર લગાવ્યું ન સાંભળ્યું એમ કહી
વગેરે પાસે ન કરાવવાં. કહ્યું છે કે-પુત્ર પિતા આગળ બેડ હોય ત્યારે તેની જે શોભા દેખાય છે, તે શોભાને સોમે ભાગ પણ તે ઉંચા સિહાસન ઉપર બેસે તે પણ ક્યાંથી આવે ? તથા મુખમાંથી બહાર પડ્યું ન પડયું એટલામાં પિતાનું વચન ઉઠાવી લેવું. એટલે પિતાનું વચન સત્ય કરવાને અર્થે રાજયાભિષેકને અવસરેજ વનવાસને અર્થે નીકળેલા રામચંદ્રજીની પેઠે સુપુત્ર પિતાના મુખમાંથી વચન નીકળતાંજ “હાજી, આપની આજ્ઞા પ્રમાણ છે. આજ્ઞા માફક હમણાં જ કરું છું ” એમ કહી ઘણું માનથી તે વચન સ્વીકારવું; પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી, માથું ધુણાવી, કહ્યા માફક કરતાં ઘણી વાર લગાડી અથવા કહેલું કામ અધુરં મૂકીને પિતાના વચનની અવજ્ઞા કરવી નહીં. (૩)
चित्तं पि हु अणुअत्तइ, सव्वपयत्तेण सव्वकजेसु ॥ ૩વવર શુદ્ધિrછે, નિગમ ઘારૂ | ૪ |
અર્થ–સુપુને દરેક કામમાં દરેક રિતે પિતાના મનને પસંદ પડે તેમ કરવું. કેમકે પિતાની બુદ્ધિથી કાંઈ ખાસ કરવા જેવું કામ ધાર્યું હોય તે પણ તે પિતાને મનગમતું હોય તેજ કરવું. તથા સેવા. ગ્રહણ આદી તથા લૈકિક અને અલૈકિક સર્વ વ્યવહારમાં આવનારા બીજા સર્વે જે બુદ્ધિના ગુણે તેમનો અભ્યાસ કરે. બુદ્ધિને પહેલો ગુરુ મા બાપ વગેરેની સેવા કરવી એ છે. બહુ જાણ એવા મા બાપ વગેરેની સારી સેવા કરી હોય તો, તેઓ દરેક કાર્યમાં રહસ્ય અવશ્ય પ્રકટ કરે છે. કહ્યું છે કે–જ્ઞાનવૃદ્ધ લોકોની સેવા ન કરનારા અને પુરાણ તથા આગમ વિના પિતાની બુદ્ધિથી જૂદી જૂદી કલ્પના કરનારા લોકોની બુદ્ધિ ઘણી પ્રસન્ન થતી નથી. એક અનુભવી વૃધ્ય જે જાણે છે, તે કરોડ તરૂણ લેક પણ જાણી શકતા નથી. જુઓ, રાજાને લાત મારનાર માણસ વૃદ્ધના વચનથી પૂજાય છે. વૃદ્ધ પુરૂષોનું વચન સાંભળવું, તથા કામ પડે બહુશ્રત એવા વૃદ્ધને જ પૂછવું. જુઓ, વનમાં હંસનું ટાળું બંધનમાં પડયું હતું તે વૃદ્ધના વચનથી છૂટયું. તેમજ પિતાના મનમાંને અભિપ્રાય પિતાની આગળ જાહેર રિતે કહે. (૪)
आपुच्छिउं पयट्ट, करणिज्जेसु निसेहिओ ठाइ ॥ खलिए खरं पि भणिओ, विणीअयं न हु विलंघेइ ॥ ५ ॥
૨૮૨