________________
થવા લાંચ ખાવાની ઈચ્છાએ ન્યાયમાર્ગનું ઉલ્લંઘન ન કરવું. (૩૮)
बलिएहिं दुब्बल जणो, सुंककराईहिं नाभिभविअन्यो । श्वेवावराह दोसे, वि दंडभूमि न नेअव्वो ॥ ३९ ॥
અર્થ–પ્રબળ લોકોએ દુબળ લોકોને ઘણું દાણ, કર, રાજદંડ વગેરેથી સતાવવા નહીં. તથા શેડ અપરાધ હોય તે એકદમ તેને દંડ ન કરે. દાણ, કર વગેરેથી પીડાયેલા લોકે માંહોમાંહે પ્રતિ ન હોવાથી સંપ મૂકી દે છે. સંપ ન હોય તે ઘણું બલિષ્ટ લોકો પણ વગડામાંથી
જૂલા પડેલા સિંહની પેઠે જ્યાં ત્યાં પરાભવ પામે છે માટે મહેમાહે સંપ રાખવો એ જ સારું છે. કેમકે –માણસોનો સંપ સુખકારી છે. તેમાં પણ પિતા પોતાના પક્ષમાંને અવશ્ય સંપ હોવો જ જોઇએ. જુઓ ફેતરાથી પણ
જૂલા પડેલા ચોખા ઉગતા નથી. જે પર્વતને ફાડી નાંખે છે, તથા ભૂમિને પણ વિધારે છે, તે જળના પ્રવાહને તૃણનો સમુદાય રેકે છે. એ સંપનો મહિમા છે. ( ૩૮ )
कारणिएहि पि सम, काययो ता न अच्छसंबंधो ॥ किं पुण पहुणा सद्धिं, अप्पहिअं अहिलसंतेहिं ॥ ४० ॥
અર્થ --પોતાનું હિત ઈચ્છનારા લોકોએ રાજાના, દેવસ્થાનના અથવા ધખાતાના અધિકારી તથા તેમના હાથ નીચેના લોકોની સાથે લેણ દેવો વ્યવહાર ન કર, અને જ્યારે આમ છે તે રાજાની સાથે વ્યહવાર નજ કર એમાં તે કહેવું જ શું? રાજના અધિકારીઓ વગેરેની સાથે વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે, તે લોકો ધન લેવું હોય તે વખતે માત્ર પ્રાયે પ્રસન્ન મુખથી વાર્તાલાપ કરી તથા તેમને ત્યાં ગએ બેસવા આસન, પાનબીડાં અદિ આપી ખોટો દેખાડવાને ભભકો દેખાડે છે, અને ભલાઈ ઉઘાડી કરે છે. પણ અવસર આવે ખરૂં લહેણું માગીએ, ત્યારે “અમે ફલાણું તમારું કામ નહોતું કર્યું ?” એમ કહી પોતે કરેલે તલના ફેરા સરખો યુકિંચિત માત્ર ઉપકાર પ્રકટ કરે છે, અને પૂર્વના દાક્ષિણ્યને તે જ વખતે મૂકી દે છે. એવો તેમને સ્વભાવજ છે. કહ્યું છે કે-૧ બ્રાહ્મણમાં ક્ષમા, ૨ માતામાં , ૩.ગણિકામાં પ્રેમ અને ૪ અધિકારીઓમાં દાક્ષિયણું એ ચારે અરિષ્ટ જાણવાં. એટલું જ
૩૧૩