________________
નહીં, પણ તે ઉલટા લેણદારને બેટા તહેમતમાં લાવી રાજા પાસે શિક્ષા ક રાવે છે. કહ્યું છે કે–લોકો પૈસાદાર માણસ ઉપર બેટા તહેમત મૂકી તેને હેરાન કરે છે, પણ નિર્ધન માણસ અપરાધી હોય, તો પણ તેને કોઈ ઠેકાણે નુકસાન થતું નથી. રાજાની સાથે ધનનો વ્યવહાર ન રાખવાનું કારણ એ કે, કોઈ સામાન્ય ક્ષત્રિ પાસે પણ લહેણું માગીએ તે તરવાર દેખાડે છે, તે પછી સ્વભાવથી જ ક્રોધી એવા રાજાઓની શી વાત કહેવી ? આ રીતે સરખો ધધો કરનારા નાગર લોકના સંબંધમાં ઉચિત આચરણ કહ્યું. સરખો ધ ન કરનારા નાગર લોકોની સાથે પણ ઉપર કહ્યા પ્રમાણેજ યથાયોગ્ય રીતે વર્તવું. (૪૦ )
a got ના, પણ સમુરબાર I - परतिच्छिआण समुचिअ, मह किं पि भगामि लेसेणं ॥ ४१ ।।
અર્થ:–નાગર લોકેએ એક્ર બીજાની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું, તે કહ્યું. હવે, અન્યદર્શની કોની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું તે કહીએ છીએ. ( ૪૧ )
एएसि तिच्छिआणं, भिख्ख मुवठिआण निअगेहे ।। कायव्वमुचिअकिञ्चं, विसेसओ रायमहिआणं ॥ ४२ ॥
અર્થ-અન્યદર્શની ભિક્ષુક આપણે ઘેર ભિક્ષાને અર્થે આવે તે તેમને યથાયોગ્ય દાન આદિઆપવું. તેમાં પણ રાજાના માનનીક એવા અન્યદર્શની ભિક્ષાને અર્થે આવે તો તેને વિશેષે કરી દાન અવશ્ય આપવું.(૪૨) ' जइ वि न मणमि भत्ती, न पखवाओ अ तम्गयगुणेसु ॥ उचिरं गिहागएसुं, ति तह वि धम्मो गिहीण इमो ॥ ४३ ॥
અર્થ – શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિષે ભક્તિ નથી, તેના ગુણને વિષે પક્ષપાત નથી તે પણ ઘેર આવેલાનું યોગ્ય આદરભાન કરવું એ ગૃહસ્થને ધર્મ છે. ( ૪૩ )
गेहागयाणमुचिअं, वसणावडीआण तह समुद्धरणं ॥ 'दुहिआण दया एसो, सम्बेसि संमओ धम्मो ॥ ४४ ॥
અર્ધઘેર આવેલાની સાથે ઉચિત આચરણ કરવું, એટલે જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેની સાથે મધુર ભાષણ