________________
કરવું, તેને બેસવા આસન આપવું, આસનાદિકને માટે નિમંત્રણ કરવું, કયા કારણથી આવવું થયું ? તે પૂછવું તથા તેનું કામ કરવું, વગેરે વેગ આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લોકોને તેમાંથી કાઢવા. અને દીન, અનાથ આંધળા, બહેશે, રોગી વગેરે દુઃખી કે ઉપર દયા કરવી, તથા તેમને પિતાની શક્તિ પ્રમાણે મદદ કરી તે દુઃખમાંથી કાઢવા. એ ધર્મ સર્વ દર્શનીઓને સમ્મત છે. અહિં શ્રાવકોને એ લેકિક ઉચિત આચરણ કરવાનું કહ્યું, એનું કારણ એ છે કે, જે માણસો ઉપર કહેલું લકીક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લેકોત્તર પુરૂષની સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રહણ કરાય એવા જનધર્મને વિષે શી રીતે કુશળ થાય. માટે ધર્માર્થી લોકોએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે કે, સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરવું, ગુણ ઉપર અનુરાગ રાખે, દેશને વિષે મધ્યસ્થપણું રાખવું અને જિનવચનને વિષે રૂચિ રાખવી, એ સમ્મદષ્ટિનાં લક્ષણ છે. સમુદ્રો પિતાની મર્યાદા મૂક્તા નથી, પર્વત ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરૂષે પણ કઈ વખતે પણ ઉચિત આચરણે છોડતા નથી. માટે જગતના ગુરૂ એવા તીર્થકરો પણ ગૃહસ્થપણામાં માતા પિતાના સંબંધમાં અભ્યાન ( હેટા પુરૂષ આવે આદરથી ઉભું રહેવું ) વગેરે કરે છે.” આ રીતે નવ પ્રકારનું ઉચિત આચરણ કહ્યું. (૪૪)
અવસરે કહેલાં ગ્ય વચનથી ઘણે લાભ થાય છે. જેમ આંબાડ મંત્રીએ મલ્લિકાર્જુનને જીતીને વૈદ કરેડ મૂલ્યના મોતીના ભરેલા છ મૂડા, એકેક તેલમાં ચૌદ ભાર જેટલા એવા ધનના બત્રીશ કુંભ, શૃંગારના રત્ન જડિત ક્રોડ વસ્ત્ર, તથા વિષને હરણ કરનાર શુક્તિ (છીપ) વગેરે વસ્તુ કુમારપાળના ભંડારમાં ઉમેરી, તેથી તેણે (રાજાએ) સંતુષ્ટ થઈ આંબડ મંત્રીને કવિતામા એ બિરૂદ, કોડ દ્રવ્ય, વીશ સારા જતિવંત અશ્વ વગેરે રિદ્ધિ આપી. ત્યારે આબડ મંત્રીએ પિતાના ઘર સુધી પહોચતાં પહેલા જ માર્ગમાં તે સર્વ રિદ્ધિ યાચક જનોને આપી. એ વાતની રાજા પાસે કોઈએ ચાડી ખાધી, ત્યારે મનમાં માઠા અધ્યવસાય આવ્યાથી કુમારપાળ રાજાએ ક્રોધથી આબંડ મંત્રીને કહ્યું કે, “કેમ તું
૩૧૫