________________
સ્ય વગેરે કરવાં પડે તે મેં આગળ લુગડું ઢાંકીને કરવા, તથા સભામાં નાક ખોતરવું નહીં, અને હાથ મરવા નહીં. પલાંઠી ન વાળવી, પગે લાંબા ન કરવા, તથા નિદ્રા વિસ્થા અને ખરાબ ચેષ્ટા ન કરવી. અવસર આવે કુલીન પુરૂષોનું હસવું માત્ર હેઠ પહેળા થાય એટલું જ હોય છે, પણ ખડખડ હસવું અથવા ઘણું હસવું સર્વથા અનુચિત છે. બગલમાં સિટી વગાડવા આદિ અંગવાઘ, વગર પ્રોજને તૃણુના કટકા કરવા, પગે અથવા હાથે જમીન ખોતરવી, નખથી નખ અથવા દાંત ઘસવા, એટલી ચેષ્ટાઓ કરવી નહીં. વિવેકી પુરૂષે ભાટ, ચારણ અને બ્રાહ્મણ વગેરે લોકોએ કરેલી પોતાની પ્રશંસા સાંભળી મનમાં અહંકાર ન લાવ. તથા સમજુ લોકો વખાણ કરે છે તે ઉપરથી આપણામાં ગુણ છે, એટલો નિશ્ચય ફકત કરે, પણ અહંકાર ન કરે. વિચક્ષણ પુરૂષોએ પારકા વચનનો અભિપ્રાય બરાબર ધા. તથા નીચ માણસ હલકાં વચન બોલે તે તેને બદલે વાળવા તેવાં વચન મુખમાંથી કાઢવાં નહીં. ડાહ્યા પુરૂષે જે વાત અતીત, અનાગઢ તથા વર્તમાન કાળમાં ભરૂ રાખવા યોગ્ય ન હોય, તે વાતમાં એ એમજ છે એ સ્પષ્ટ પિતાનો અભિપ્રાય ન જણાવ, વિવેકી પુરૂષોએ પારકા માણસ પાસેથી શરૂ કરાવવા ધારેલું કામ તે માણસ આગળ પહેલેથી જ કાંઈ દાખલા દલીલથી અથવા વિશેષ વચનથી જણાવવું. આપણું ધારેલા કાર્યને અનુકૂળ એવું કેઈનું વચન હોય તે તે આપણા કાર્યની સિદ્ધિને અર્થે અવશ્ય કબુલ કરવું. જેનું કાર્ય આપણાથી ન બની શકે એમ હોય તેને પહેલેથી જ તેમ કહી દેવું. પણ મિથ્યા વચન કહીને ખાલી કેઈને ધક્કા ન ખવરાવવા.
સમજુ લોકોએ કોઈને કડવાં વચન ન સંભળાવવાં. પિતાના શત્રુએને તેવાં વચન સંભળાવવાં પડે છે તે પણ અન્યોક્તિથી અથવા બીજા કોઈ બહાનાથી સંભળાવવાં. જે પુરૂષ માતા, પિતા, રોગી, આચાર્ય, પરો, ભાઈ, તપસ્વી, વૃદ્ધ, બાળક, દુર્બળ માણસ, વૈધ, પિતાની સંતતિ, ભા. ઈયાત, ચાકર, બહેન, આશ્રિત લેકો, સગા સંબંધી અને મિત્ર એટલાની સાથે જે કલહ ન કરે તે ત્રણે જગતને વશ કરે છે. એક સરખું સૂર્ય તરફ ન જેવું. તેમજ ચંદ્ર સૂર્યનું ગ્રહણ, મહાટા કૂવાનું પાણી અને સંધ્યા સમયે
૩૧૮