________________
ધર્મને વિષે સ્થાપન કરનાર જિનદાસ શેઠનું દષ્ટાંત જાણવું. પિતાના ધમાચાર્યને ફરીથી ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર નિદ્રા વગેરે પ્રમાદમાં પડેલા સેલ કાચાર્યને બોધ કરનાર પંથક શિષ્યનું દષ્ટાંત જાણવું. આ વગેરે પિતા સંબંધી ઉચિત આચરણ છે. માતા સંબંધી ઉચિત આચરણ પણ પિતાની પેકેજ સમજવું. (૬)
હવે માતા સંબંધી ઉચિત આચરણમાં કહેવા યોગ્ય છે તે કહે છે. नवरं से सविसेसं, पयडइ भावाणु वित्तिमप्पडिमं ॥ इच्छीसहावसुलह, पराभवं वह न हु जेण ॥ ७ ॥
અર્થ–માતા સંધી ઉચિત આચરણ પિતા સરખું છતાં પણ તેમાં એટલું વિશેષ છે કે, માતા જાતે સ્ત્રી હોય છે. અને સ્ત્રીનો સ્વભાવ એ હેય છે કે, નજીવી બાબતમાં તે પિતાનું અપમાન થયું એમ માની લે છે, માટે માતા પિતાના મનમાં સ્ત્રી સ્વભાવથી કાંઈ પણ અપમાન ન લાવે એવી રીતે સુપુત્રે તેમની ઈચ્છા પ્રમાણે પિતાછ કરતાં પણ વધારે ચાલવું. વધારે કહેવાનું કારણ એ છે કે, માતા, પિતાજી કરતાં અધિક પૂજ્ય છે. મનુએ કહ્યું છે કે– ઉપાધ્યાયથી દસ ગણે શ્રેષ્ઠ આચાર્ય છે, આચાર્યથી સો ગણે શ્રેષ્ઠ પિતા છે, અને પિતાથી હજાર ગણું શ્રેષ્ઠ માતા છે. બીજાઓએ પણ કહ્યું છે કે–પશુઓ દૂધપાન કરવું હોય ત્યાં સુધી માતાને માને છે, અધમ પુરૂષો સ્ત્રી મળે ત્યાં સુધી માને છે, મધ્યમ પુરૂ ઘરનું કામકાજ તેને હાથે ચાલતું હોય ત્યાં સુધી માને છે, અને સારા પુરૂષો તો જાવ તીર્થની પેઠે માને છે. પશુઓની માતા પુત્રને જીવતે જોઈને જ ફક્ત સંતોષ માને છે. મધ્યમ પુરૂષોની માતા પુત્રની કમાઈધી રાજી થાય છે, ઉત્તમ પુરૂષોની માતા પુત્રના શુરવીરપણાનાં
થી સંતોષ થાય છે, અને કોત્તર પુરૂષની માતા પુત્રના પવિત્ર આચરણથી ખુશી થાય છે. (૭)
હવે ભાઈ ભાંડું સંબંધી ઉચિત આચરણ કહે છે. उचिों एअं तु सहो-अरंमिजं निअइ अप्पसममेअं॥ जिठं व कणिठं पि हु, बहु मन्नइ सव्वकज्जेसु ॥ ८ ॥ અર્થ–પોતાના સગા ભાઈના સંબંધમાં યોગ આચરણ એ છે
૨૮૬