________________
કારણ એ છે કે, તે અવસ્થામાં તેનું શરીર જે શંકાએલું અને દૂબળ રહે તે કઈ કાળે પણ પુષ્ટ ન થાય. માટે જ કહ્યું છે કે, પુત્ર પાંચ વર્ષને થાય ત્યાં સુધી તેનું લાલન પાલન કરવું, તે પછી દસ વર્ષ સુધી અર્થાત્ પ. દર વર્ષનો થાય ત્યાં સુધી તાડના કરવી, અને સોળમું વર્ષ બેઠા પછી પિતાએ પુત્રની સાથે મિત્રની પેઠે વર્તવું. (૧૮)
गुरुदेवधम्मसुहिसय-णपरिचयं कारवेइ निश्चं पि ॥ उत्तम लोएहिं समं, मित्तीभावं रयावेई ॥ २० ॥
અર્થ-પિતાએ પુત્રને ગુરૂ, દેવ, ધર્મ, સુખી, તથા સ્વજન એમને હમેશાં પરિચય કરાવ. તથા સારા માણસોની સાથે તેને મૈત્રી કરાવવી. ગુરૂ આદિકનો પરિચય બાલ્યાવસ્થાથી જ હેય વરકલચીરિની પેઠે હમેશાં મનમાં સારી વાસના જ રહે છે. ઉત્તમ જાતના, કુલીન તથા સુશીલ લોકોની સાથે મૈત્રી કરી હોય તો કદાચ નશીબના વાંકથી ધન ન મળે તે પણ આવનારાં અનર્થ તો ટળી જાય જ એમાં શક નથી. અનાર્ય દેશમાં થએલા એવા પણ આદ્રકુમારને અભયકુમારની મૈત્રી તેજ ભવમાં સિદ્ધિને અર્થે થઈ. (૨૦)
गिण्हावेइ अ पाणि, समाणकुलजम्मरूवकन्नाणं॥ गिहभारंमि निझुंजइ, पहुत्तगं विअरइ कमेण ॥ २१ ॥
અર્થ –પિતાએ પુત્રને કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હેય એવી કન્યા પરણાવવી. તેને ઘરના કાર્યભારમાં જોડવો, તથા અનુક્રમે તેને ઘરની માલકી સોંપવી. “ કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણુવવી” એમ કહેવાનું કારણ એ છે કે, કજોડ સ્ત્રી સાથે ભારને
ગ થાય તો તેમને તે ગુડવાસ નથી, પણ માત્ર વિટંબણા છે; તથા એક બીજા ઉપરનો રાગ ઉતરી જાય તે કદાચ બને જણ અનુચિત કૃત્ય કરે એવો પણ સંભવ છે. આ વિષય ઉપર એક દષ્ટાંત સંભળાય છે તે એ કે –
ભોજરાજાના રાજ્યમાં આવેલી ધારાનગરીની અંદર એક ઘરમાં ઘણ કુરૂપ અને નિર્ગુણ એવો પુરૂષ તથા અતિ રૂપવતિ અને ગુણવાન એવી સ્ત્રી હતી. બીજા ઘરમાં તેથી ઉલટું એટલે પુરૂષ સારે અને સ્ત્રી
૩૦૪