________________
અન્યાયથી મેળવેલા ધનનું એવું પરિણામ ધ્યાનમાં લઈ ન્યાયથી ધન મેળવવાને સારૂ ઉધમ કરો. કેમકે–સાધુઓના વિકાર, આહાર, વ્યવહાર અને વચન એ ચારે વાનાં શુદ્ધ છે કે નહીં તે જોવાય છે. પણ ગૃહસ્થ ને તે માત્ર એક વ્યવહારજ શુદ્ધ છે કે નહિ તે જોવાય છે. વ્યવહાર શુદ્ધ હોય તે જ સર્વ ધર્મ સફળ થાય છે. દિનકૃત્યકારે કહ્યું છે કે, વ્યવહાર શુદ્ધ રાખે એ ધર્મનું મૂળ છે. કેમકે વ્યવહાર શુદ્ધ હોય તો તેથી મેળવેલું ધન શુદ્ધ હેય છે. ધન શુદ્ધ હેય તે આહાર શુદ્ધ હોય છે. આહાર શુદ્ધ હોય તો દેહ શુદ્ધ હોય છે, અને દેહ શુદ્ધ હોય તે માણસ ધર્મકય કરવાને ઉચિત થાય છે, તથા તે માણસ જે જે કાંઇ કૃત્ય કરે છે, તે તે કૃત્ય તેનું સફળ થાય છે. પરંતુ વ્યવહાર શુદ્ધ ન હોય તે, માણસ જે જે કાંઈ કૃત્ય કરે તે સર્વે તેનું નકામુ છે. કેમકે, વ્યવહાર શુદ્ધ ન રાખનાર માણુરસ ધર્મની નિંદા કરાવે છે, અને ધર્મની નિંદા કરાવનાર માણસ પિતાને તથા પરને અતિશય દુર્લભધિ કરે છે. એમ સૂવ માં કહ્યું છે. માટે વિચક્ષણ પુરૂષે બની શકે તેટલા પ્રયત્ન કરી એવાં કૃત્ય કરવાં કે, જેથી મૂર્ખને ધર્મની નિંદા કરે નહીં. લેકમાં પણ આહાર માફક શરીરપ્રકૃતિ બંધાય છે, એ વાત પ્રકટ દેખાય છે. જેમ પિતાની બાલ્યાવસ્થામાં ભેંસનું દૂધ પીનારા છેડાએ જળમાં સુખે પડ્યા રહે છે, અને ગાયનું દૂધ પીનારા ઘેડાઓ જળથી દૂર રહે છે. તેમ માણસ પણ નાનપણું આદિ અવસ્થામાં જે આહાર ભોગવે છે, તેવી તેમની પ્રકૃતિ બંધાય છે. માટે વ્યવહાર શુદ્ધ રાખવાને માટે સારે પ્રયત્ન કરવો. આ રીતે વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ કહ્યું છે.
વળી દેશાદિ વિરૂદ્ધ વાતનો ત્યાગ કરવો. એટલે જે વાત દેશવિરૂદ્ધ દેશની રૂઢીને મળતી ન આવે એવી) અથવા સમયને અનુસરતી ન હોય એવી કિંવા રાજાદિકને ન ગમે એવી હોય, તે છેડી દેવી. હિતોપદેશમાળામાં કહ્યું છે કે, જે માણસ દેશ, કાળ, રાજા, લેક તથા ધર્મ એટલામાં કોઈને પણ પ્રતિકૂળ આવે તેવી વાત જે વજે, તે તે સમકિત . અને ધર્મ પામે. તેમાં સિંધ દેશમાં ખેતી અને લાટ દેશમાં દારૂ નિપજાવ એ દેશવિરૂદ્ધ છે. બીજું પણ જે દેશમાં શિષ્ટ છે કે એ જે વર્યું હોય તે તે દેશનાં દેશવિરૂદ્ધ જાણવું. અથવા જાતિ, કુળ વગેરેની રીતભાતને જે અને