________________
ચા ભાટ) પશુ ખેટે ભાગે જાય તે એક હજાર સેનૈયા ગયા એમ સમજે છે, તેજ પુરૂષ યોગ્ય અવસર આવે, જે ક્રોડે ધનનું છૂટા હાગ્નથી ખરચ કરે, તે લખી તેને કોઈ વખતે પણ છેડે નહીં. આ વિષય ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે છે –
એક શેઠના પુત્રની વહૂ નવી પરણેલી હતી. તેણે એક દિવસે પિતાના સસરાને દીવામાંથી નીચે પડેલા તેલના છાંટા વડે પગરખાને ચેપડતાં જોયે. તે જોઈને તે મનમાં વિચાર કરવા લાગી કે, મહારા સસરાની એ કૃણતા છે કે ઘણી કરકસર છે ?” એવો સંશય આવ્યાથી તેણે સસરની પરીક્ષા કરવાનું ધાર્યું. એક દિવસે “મારું માથું દુઃખે છે.” એવા બહાનાથી તે સુઈ રહી, અને ઘણી ઘણું બૂમ પાડવા લાગી. સસરાએ ઘણા ઉપાય કર્યા, ત્યારે તેણે કહ્યું, “મને પહેલાં પણ કોઈ કોઈ વખતે એ દુખાવો થતો હતો ત્યારે ઊંચાં મેતીના ચૂર્ણના લેપથી તે મટતે.” તે સાંભળી સસરાને ઘણે હર્ષ થયો. તેણે તુરત ઊંચાં મોતી મંગાવી વાટવાની તૈયારી કરી, એટલામાં વહૂએ જે ખરી વાત હતી તે કહી.
ધર્મકૃત્યમાં ખર્ચ કરવું એ એક લહમીનું વશીકરણ છે. કારણ કે તેમ કરવાથી જ તે સ્થિર થાય છે. કહ્યું છે કે–દીવાથી, ધનને નાશ થાય છે, એમ તે કોઈ કાળે પણ સમજીશ નહીં. જુઓ કુવા, બગીચા, ગાય વગેરે જેમ જેમ દેતા જાય છે, તેમ તેમ તેમની સંપદા વૃદ્ધિ પામે છે. આ વિશય ઉપર નીચે પ્રમાણે દૃષ્ટાંત છે –
વિઘા પતિ નામે એક બેઠી ઘણે ધનવાન હતું. લક્ષ્મી એ વમમાં આવી તેને કહ્યું કે, “હું આજથી દશમે દિવસે તારા ઘરમાંથી નીકળી જવાની છું.” પછી શ્રેણીએ પોતાની સ્ત્રીના કહેવાથી સર્વ ધન તેજ દિવસે ધર્મને સાત ક્ષેત્રોમાં વાપર્યું, અને તે ગુરૂ પાસેથી પરિગ્રહનું પ્રમાણ કરીને રાત્રે સુખે સુઈ રહ્યા. પ્રભાત સમયે જોયું તો પાછું ઘરમાં પહેલાંની માફક પરિપૂર્ણ ધન તેના જેવા માં આવ્યું. ત્યારે ફરીથી તેણે સર્વ ધન ધર્મકૃત્યમાં વાપર્યું. એમ કરતાં નવ દિવસ ગયા. દશમે દિવસે ફરી સ્વમમાં આવી લક્ષ્મીએ કહ્યું કે, “હારા પુણને લીધે હું હારી ઘરમાંજ ટકી રહી છું.” લમીનું આ વચન સાંભળી વિદ્યાપતિ શ્રેણી
૨૭૮