________________
સાધન ન હોય તેા જળના તથા સ્થળના વિષમ પ્રદેશ, ધેર અઢવી તથા ઊડું જળ એટલાં વાનાનું ઉલ્લ્લંધન ન કરવું, જેમાં ઘણા ખરા લેાકેા ક્રોધી, સુખના અભિલાષી અને કૃપણ હોય, તે સમુદાય પોતાના સ્વાર્થ ખાઇ એસે છે. જેમાંના સર્વે લોકો નાયકપણુ' ધરાવે છે, સર્વે પેાતાને પતિ માને છે, અને મ્હોટાઇ ઇચ્છે છે, તે સમુદાય ખરાબ અવસ્થામાં આવી પડે છે. જ્યાં બંદીવાનેાને તથા ક્રાંશીની શિક્ષા પામેલા લેાકેાને રાખતા હાય, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં પેાતાના અનાદર થતા હોય ત્યાં તથા કોઈના ખજાનામાં અને અંતઃપુરમાં ગમત ન કરવું જાગુ પુરૂષે મનને ગમે નહીં તેવા સ્થળે, સ્મશાન, શૂન્ય સ્થાન, ચઢું, ફાતરા તથા જ્યાં સૂકું ઘાસ ઘણું પથરાયેલુ હોય, જ્યાં પ્રવેશ કરતાં ઘણું દુ:ખ થાય, તથા જ્યાં ક ચરા નખાતા હોય એવું સ્થાનક, ખારી ભૂમિ, વૃક્ષને અગ્રભાગ, પર્વતની ટૂંક, નદીને તથા કૂવાને કાંઠે અને જ્યાં ભસ્મ, કાયલા, વાળ અને માથાતી ખાપરીએ પડેલી હાય એટલી જગ્યાએ ઘણી વાર ઉભા ન રહેવું. ઘણેા પરિશ્રમ થાય તેા પણ જે સમયે જે કૃત્ય કરવાનું હોય તે ન મૂકવું. લેશને વશ થએલા પુરૂષ પુરૂષાર્થના ફળ રૂપે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે મેળવી શકતા નથી.
માણસ છેક આડંબર રહિત હોય તેા તેને જ્યાં ત્યાં અનાદર થાય છે, માટે બુદ્ધિશાળી પુરૂષે કાઇ પણ સ્થળે વિશે આડંબર છેડવા નહીં. વિવેકી પુરૂષે પરદેશ ગયા પછી પેાતાની ચૈાગ્યતા માફક સર્વાંગે વિશેષ આડંબર તથા સ્વધર્મને વિષે પરિપૂર્ણ નિષ્ઠા રાખવી. કારણુ કે તેમ કરવાથીજ મ્હોટાઈ, બહુ માન તથા ધારેલા કાર્યની સિદ્ધિ આદિ થવાને સભવ છે. પરદેશે બહુ લાભ થાય તે પણ ધજ્રા કાળ સુધી ન રહેવું. કારણુ કે, તેમ કરવાથી ગૃહકાર્યની અવ્યવસ્થા આદિ દેષ ઉત્પન્ન થાય છે. કાષ્ટ શ્રેષ્ઠયાદિકની પેઠે લેવા વેચવા આદિ કાર્યના આર્ભમાં, વિધ્રને નાશ અને ઇચ્છીત લાભ વગેરે કામ સિદ્ધ થવાને અર્થે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું, ગાતમાદિકનું નામ ઉચ્ચારવું, તથા કેટલીએક વસ્તુ દેવતા, ગુના અને જ્ઞાન આદિના ઉપયેગમાં આવે એવી રીતે રાખવી, કારણુ કે, ધર્મની પ્રધાનતા રાખવાથીજ સર્વે કાર્ય સફળ થાય છે. ધનનું ઉપા
૨૦૨