________________
આવીને જાય. તે સર્વે જણાએ મનમાં ભય થવાથી કહ્યું કે, “આપણામાં કઈ અભાગી પુરૂષ છે, માટે એકેક જણાએ મંદિરને ફરતી પ્રદક્ષિણા દમને પાછું અહિં જ આવવું.” તેમ કરતાં વીસ જણાએ એક પછી એક એમ પ્રદક્ષિણા દઈ મંદિરમાં પાછો પ્રવેશ કર્યો એકવીશ પુરૂષ બહાર નીકળતો નહોતો. તેને વિશે જણાએ બળાત્કારથી ખેંચીને બહાર કાઢો. ત્યારે વીસ જણ ઉપર વીજળી પડી. તેઓમાં એકજ ભાગ્યશાળી હતે. આ રીતે ભાગ્યવાન પુરૂષની સાથે જવા ઉપર દષ્ટાંત છે.
માટે ભાગ્યશાળી પુરૂષના સાથમાં તેમની સંગાથે જવું, તથા જે કાંઈ લેણ દેણ હેય, અથવા નિધિ આદિ રાખ્યો હોય તે તે સર્વ પિતા, બાઈ અથવા પુત્ર આદિને નિત્ય જણાવવું. તેમાં પણ પરગામ જતી વખતે તે અવશ્ય જણાવવું જ, તેમ ન કરે તે દુર્દેવના યુગથી જ ક દાચિત પગામે અથવા માર્ગમાં પિતે મરણ પામે તે ધન છતાં પિતા, ભાઈ. પત્ર વગેરેને વૃથા દુઃખ ભોગવવું પડે.
વિવેકી પુરૂષે પરગામ જતી વખતે ધનાદિકની યથાયોગ્ય ચિંતા કરવાને અર્થે કુટુંબના સર્વ લોકોને સારી શિખામણ દેવી, તથા બહુમાનથી સર્વ સ્વજનોની સાથે વાત કરી વિદાય થવું. કહ્યું છે કે—જેને જગતમાં જીવવાની ઈચ્છા હોય, તે માણસે પૂજ્ય પુરૂષનું અપમાન કરી, પિતાની સ્ત્રીને કટુ વચન કહી, કોઈને તાડના કરી તથા બાળકને રોવરાવી પર ગામે ગમન ન કરવું. પરગામ જવાનો વિચાર કરતાં જે પાસે કાંઈ પર્વ અથવા ઉત્સવ આદિ આવ્યો હોય તે તે કરીને જવું. કહ્યું છે કે – સવ, ભેજન, મહેસું પર્વ તથા બીજા પણ સર્વ મંગળ કાર્યની ઉપેક્ષા કરીને તથા જન્મનાં અને મરણનાં મળી બે પ્રકારનાં સુતક હોય છે અને પિતાની સ્ત્રી રજસ્વલા હોય તે પરગામે ગમન ન કરવું. એમજ બીજી વાતને પણ શાસ્ત્રાનુસારથી વિચાર કર. વળી કહ્યું છે કે—દૂધનું ભક્ષણ,
સંભોગ, સ્નાન, પિતાની સ્ત્રીને તાડના, વમન તથા થુંકવું એટલાં વાનાં કરીને તથા આશ વચન સાંભળીને પરગામે ન જવું. હજામત કરાવીને, નેત્રમાંથી આંસુ ગાળીને તથા સારા શકુન થતા ન હોય તે પરગામે ન જવું. પિતાના સ્થાનકની કોઈ કાર્યને અર્થે બહાર જતાં જે ભાગની
૨૭૦