________________
રાંક પુરૂષ ચિક્રવત્તિ પણું વગેરે ઉચ્ચ પદની ઈચ્છા કરે, તે પણ તે તેને કઈ વખને મળવાનું નથી. ભેજન, વસ્ત્ર, આદિ તે ઈચ્છા પ્રમાણે મળી શકે. કહ્યું છે કે–ઇચ્છા માફક ફળ મેળવનાર પુરૂષે પોતાની યોગ્યતા માફક ઈચ્છા કરવી. તેમાં પણ પરિમિત (પ્રમાણવાળી) વસ્તુ માગે તે મળે છે, અને અપરિમિત ( પ્રમાણ વિનાની) માગે તે મળતી નથી. માટે પિતાના ભાગ્ય અદિના અનુસારથી જ ઈચ્છા રાખવી. જે માણસ • પિતાની યોગ્યતા કરતાં અધિક ને અધિકજ ઇચ્છા કર્યા કરે, તેને ઇચ્છિત વસ્તુનો લાભ ન થવાથી હમેશાં દુ:ખી જ રહેવું પડે છે. નવાણું લાખ ટંકનો અધિપતિ છતાં ક્રોડપતિ થવાને અર્થે અડેનિશ ઘણી ચીંતા કરનાર ધનશ્રેણીનાં તથા એવા જ બીજાં દષ્ટાંત અહિં જાણવાં. વળી કહ્યું છે કે–માણસના મનોરથ જેમ જેમ પૂર્ણ થતા જાય, તેમ તેમ તેનું મન વધુ લાભને માટે દુઃખી થતું જાય છે. જે માણસ આશાને દાસ થયો તે ત્રણે જગતનો દાસ સમજ, અને જેણે આશાને પોતાની દાસી કરી તેણે ત્રણે જગતુને પોતાના દસ ક્ય. - ગૃહસ્થ પુરૂષે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું એક બીજાને બાધ ન થાય તેવી રીતે સેવન કરવું કેમકે –ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ લોકમાં મુખ્ય ગણાય છે. ડાહ્યા પુરૂષો અવસર જોઈ ત્રણેનું સેવન કરે છે. તેમાં જંગલી હાથીની પેઠે ધર્મને અને અર્થનો ત્યાગ કરીને ક્ષણિક વિષયસુખથી આસક્ત થએલો કે માણસ આપદામાં નથી પડતો? એટલે સર્વે પડે છે. જે માણસ વિષયે સુખને વિષે ઘણી આસક્તિ રાખે છે તેના ધનની, ધર્મની અને શરીરની પણ હાનિ થાય છે. ધર્મને અને કામને છોડી દઈને મળેલું ધન પારકા લોક ભોગવે છે, અને મેળવનાર પિતે હાથીને મારનાર સિંહની પેઠે માત્ર પાપને ધણી થાય છે. અર્થ અને કામ છોડીને એકલા ધર્મની સેવા કરવી એ તે સાધુ મુનિરાજને ધર્મ છે, પણ ગૃહસ્થને નથી. ગૃહસ્થ પણ ધર્મને બાધા ઉપજાવીને અને થતું તથા કામનું સેવન ન કરવું. કારણ કે, બીજ ભોજી (વાવવાને અર્થે રાખેલા દાણા ભક્ષણ કરનાર) કણબીની પેઠે અધાર્મિક પુરૂષનું પરિણામે કાંઈ પણ કલ્યાણ થતું નથી. સોમનીતિમાં પણ કહ્યું છે કે જે માણસ