________________
જેન કરવાને અર્થે જેને આરંભ સમારંભ કરવો પડે તે શ્રાવકે સાત ક્ષેત્રમાં ધન વાપરવાના તથા બીજા એવાજ ધર્મકૃત્યના નિત્ય મહેટા -
રય કરવા. કહ્યું છે કે–વિચારવાન પુરૂષે નિત્ય મહેઠા મહા મને રથ કરવા. કારણ કે, પિતાનું ભાગ્ય જેવા મનોરથ હોય તે પ્રમાણે કાર્યસિદ્ધિ કરવામાં યત કરે છે. ધન, કામ અને યશ એ ત્રણ વસ્તુની પ્રાપ્તિને અર્થ કરેલો યાન વખતે નિષ્ફળ થાય છે; પરંતુ ધર્મકૃત્ય કરવાને કેવળ મનમાં કરેલ સંકલ્પ પણ નિષ્ફળ જતો નથી.
લાભ થાય ત્યારે પૂર્વે કરેલા મનોરથ લાભના અનુસારથી સફળ કરવાં. કેમ કે-ઉધમનું ફળ લક્ષ્મી છે, અને લક્ષ્મીનું ફળ સુપાત્રે દાન દેવું એ છે. માટે જે સુપાત્રે દાન ન કરે તો ઉધમ અને લક્ષ્મી બને દુર્ગતિનાં કારણે થાય છે. સુપાત્રે દાન દે, તોજ પોતે ઉપાર્જન કરેલી લક્ષ્મી તે ધર્મની ઋદ્ધિ કહેવાય, નહીં તો પાપની ઋદ્ધિ કહેવાય. કહ્યું છે કે – ત્રદ્ધિ ત્રણ પ્રકારની છે. એક ધર્મદ્ધિ, બીજી ભોગઋદ્ધિ, અને ત્રીજી પાપઅદ્ધિ. તેમાં જે ધર્મકૃત્યને વિષે વપરાય છે તે ધર્મઋદ્ધિ, જે શરીર સુખને અર્થે વપરાય તે ભોગઋદ્ધિ અને જે દાનના તથા ભોગના કામમાં આવતી નથી તે અનર્થ ઉત્પન્ન કરનારી પાપઋદ્ધિ કહેવાય છે. પૂર્વભવે કરેલા પાપકર્મથી અથવા ભાવિ પાપથી પાપઋદ્ધિ પમાય છે. આ વિષય ઉપર નીચેનું દષ્ટાંત વિચારે –
વસંતપુર નગરમાં એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક વરિફ અને એક સોની, એ ચાર જણે મિત્ર હતા. તેઓ દ્રવ્ય ઉપાર્જન કરવાને અર્થે સાથે પરદેશ જવાને નીકળ્યા. રાત્રિએ એક ઉધાનમાં રહ્યા. ત્યાં વૃક્ષની શાખાઓ લટકતા એક સુવર્ણ પુરૂષ તેમણે દીઠે. ચારમાંથી એક જણે કહ્યું. “દ્રવ્ય છે.” સુવર્ણપુરુષે કહ્યું, “દ્રવ્ય અનર્થ આપનાર છે.” તે સાંભળી સર્વે જણાએ ભયથી સુવર્ણપુરૂષને તમે; પણ સનીએ સુવર્ણપુરુષને કહ્યું. “ નીચે પડ.” ત્યારે સુવર્ણપુરૂષ નીચે પડે. પછી સોનીએ તેની એક આંગળી કાપી લીધી, અને બાકી સર્વ સુવર્ણપુરુષને એક ખાડામાં ફેંકો. તે સર્વેએ દીઠે. પછી તે ચાર જણામાંથી બે જણ ભોજન લાવવાને અર્થે ગામમાં ગયા, અને બે જણ બહાર રહ્યા. ગામમાં ગએલા બે જણે
२०७३