________________
છું. “તે આ નથી. તે કાબરચિત્ર વર્ણના હતા, અને આ તા કાળા છે. ” આ રીતે પેાતાને મુખેજ ચારેએ કબૂલ કર્યું, ત્યારે ન્યાયાધીશોએ તેમની પાસેથી વણિકને તેનું સર્વ ધન પાછું અપાવ્યું. એ પ્રકારે સાક્ષી રાખવા ઉપર દૃષ્ટાંત છે.
માટે થાપણુ મૂકવી, તથા લેવી હોય તેા છાની મૂકવી નહીં, તેમ લેવી પણ નહીં. પશુ સ્વજનાને સાક્ષી રાખીનેજ મૂકવી તથા લેવી. ધણીની સમ્મતિ વિના થાપણ હલાવવી ચલાવવી પણ નહીં. તે પછી વાપરવાની તે! વાતજ શી? કંચિત્ થાપણ મૂકનાર માણસ પરદેશે મરણ પામે તે! તે થાપણુ તેના પુત્રને આપવી, તેને પુત્ર આદિ ન હૈાય તે સર્વે સધના સમક્ષ તે ધર્મસ્થાને વાપરવી. ઉધાર ચાપણુ આદિની તેાંધ તેજ વખતે કરવામાં, લેશમાત્ર પણ આળસ ન કરવી. કહ્યું છે કે—ગાંડમાં દ્રવ્ય રાખવામાં, વસ્તુની પરીક્ષા કરવામાં, ગણવામાં, છાનું રાખવામાં, ખરચ કરવામાં અને નામું રાખવામાં જે માણસ આળસ કરે તે શીઘ્ર વિનાશ પામે છે. પાછળથી માણસના ધ્યાનમાં સર્વ વાત રહેતી નથી, બહુ ભૂલી જવાય છે, અને ભૂલી જવાથી વૃથા કર્મબંધ આદિ દ્વેષ માથે આવે છે. પાતાના નિર્વાહને અર્થે ચંદ્રમા જેમ રવિને અનુસરે છે, તેમ રાજા તથા મંત્રી આદિને અનુસરવું. નહી' તે વખતે વખતે પરાભવ આદિ થવાને સભવ છે. કહ્યું છે કે—ડાઘા પુરૂષો પાતાના મિત્રજન ઉપર ઉપકાર કરવાને માટે તથા શત્રુજનનેા નાશ કરવાને માટે રાજાને આશ્રય માગે છે, પણ પોતાના ઉદરપોષણને અર્થે નહિ. કારણ કે રાજાના આશ્રય વિના કષ્ણુ પોતાનું ઉદરપોષણ કરતું નથી ? ઘણા કરે છે. વસ્તુપાળ મંત્રી, પેથડશ્રેષ્ઠી આદિ લોકોએ પણ રાજાના આશ્રયથી જિનમંદિર આદિ અનેક પુણ્યકૃત્ય કર્યું છે.
હશે, વિવેકી પુરૂષે જુગાર, કિમિયા આદિ વ્યસનાને દૂરથીજ ત્યાગ કરવા. કહ્યું છે કે—દૈવને કોપ થાય ત્યારેજ દ્યૂત, ધાતુવાદ, અંજનિસદ્ધિ, રસાયન અને યક્ષિણીની ગુફ્રામાં પ્રવેશ, એટલાં વાનાં કરવાની બુદ્ધિ થાય છે. તેમજ સહજ કામમાં જેમ તેમ સાગન વગેરે પણ ન ખાવા, અને તેમાં પણ વિશેષે કરીતે દેવ, ગુરૂ, જ્ઞાન આદિના તેા નજ ખાવા. કહ્યું
સ