________________
સ્વકાર્ય સાધવું. રસને ચાખનારી જિલ્ડ કલહ ક્લેશ કરવામાં નિપુણ એવા દાંતને અગ્રેસર કરી પિતાનું કાર્ય સાધે છે. કાંટાને સંબંધ ર્યા વિના પ્રાયઃ નિર્વાહ થતો નથી. જુઓ, ક્ષેત્ર, ગ્રામ, ગૃહ, બગીચા આદિ વસ્તુની રક્ષા કાંટાવડે જ થાય છે. જ્યાં પ્રીતિ હેય ત્યાં દ્રવ્ય સંબધ આદિ રાખ
જ નહીં. જ્યાં મૈત્રી કરવાની ઈચ્છા ન હોય, ત્યાં દ્રવ્ય સંબંધ કરે અને પોતાની પ્રતિષ્ઠાને ભંગ થાય એવા ભયથી જ્યાં ત્યાં ઉભા ન રહેવું. તેમનીતિને વિષે પણ કહ્યું છે કે—જયાં દ્રવ્ય સંબંધ અને સહવાસ એ બે વાનાં હેય, ત્યાં કલહ થયા વિના રહે નહીં. પિતાના મિત્રને ઘેર પણ કઈ સાક્ષી રાખ્યા વિના થાપણ મૂકવી નહીં. તેમજ પોતાના મિત્રને હાથે દ્રવ્ય મેકલવું પણ નહીં. કારણ કે, અવિશ્વાસ ધનનું અને વિશ્વાસ અનર્થનું કારણ છે. કહ્યું છે કે–વિશ્વાસુ તથા અવિશ્વાસુ બને માણસ ઉપર વિશ્વાસ ન રાખવો. કારણ કે, વિશ્વાસથી ઉત્પન્ન થએલો . ભય મૂળથી નાશ કરે છે. એ કોણ મિત્ર છે કે, જે ગુપ્ત થાપણ મૂકી હોય તે તેને લેભ ન કરે ? કહ્યું છે કે–ોડ પોતાના ઘરમાં કોઇની થાપણ આવી પડે ત્યારે તે પિતાના દેવતાની સ્તુતિ કરીને કહે કે, “જે એ થાપણને સ્વામી શીવ્ર મરણ પામે તે તને માનેલી વસ્તુ આ પીશ.” વળી એમ પણ કહ્યું છે કે ધન અનર્થનું મૂળ છે, પણ જેમ અગ્નિ વિના, તેમ તે ધન વિના ગ્રહસ્થનો નિર્વાહ કોઈ પણ રીતે થાય નહીં. માટે વિવેકી પુરૂષે ધનનું અચિની પેઠે રક્ષણ કરવું. આ વિષય ઉપર ધનેશ્વર શ્રેણીનું દષ્ટાંત નીચે આપ્યું છે.
ધનેશ્વર નામે એક શેઠ હતા, તેણે પિતાના ઘરમાંની સર્વ સાર વસ્તુ એકઠી કરી તેનું રોકડું નાણું કરી એકેકનું કોડડ સોનૈયા દામ ઉ. પજે, એવાં આઠ રત્ન વેચાથી લીધાં, અને કેઈ ન જાણે તેવી રીતે પિતાના એક મિત્રને ત્યાં અનામત મૂકયાં. પછી પોતે ધન મેળવવા માટે પરદેશ ગયા. ત્યાં બહુ કાળ રહ્યા પછી દુર્દેવના યોગથી ઓચિંતી શરીરે માંદગી થઈ, અને મરણ પામે. કહ્યું છે કે-પુરૂષ મુચકુંદના ફૂલ સરખા શુદ્ધ મનમાં કોઈ જુદું જ ચિંતવે છે, અને દેવેગથી કાંઈ જુદું જ થાય છે. ધનેશ્વર શેકીને અંત સમય સમીપ આવ્યું, ત્યારે પાસે સ્વજન સં.