________________
બધી હતા તેમણે બેકીને દ્રવ્ય આદિનું સ્વરૂપ પૂછયું. એકાએ કહ્યું કે “પરદેશે ઉપાર્જન કરેલું બહુ દ્રવ્ય છે, તે પણ તે જ્યાં જ્યાં વિખરાયેલું હોવાથી મહારા પુત્રોથી તે લેવાય તેમ નથી; પણ મહારા એક મિત્રની પાસે મેં આઠ રન અનામત મૂક્યાં છે, તે મ્હારા સ્ત્રો પુત્રાદિકને અપાવજે.” એમ કહી ધનેશ્વર શેઠ મરણ પામે. પછી સ્વજનોએ આવી ધનેશ્વર શેઠના પુત્રાદિકને એ વાત કહી, ત્યારે તેમણે પિતાના પિતાના મિત્રને વિનથી, પ્રેમથી અને બહુ માનથી ઘેર બોલાવ્યું. અને અભયદાનાદિ અનેક પ્રકારની યુક્તિથી રત્નોની માગણી કરી; તે પણ લોભી મિત્રે તે વાત માની નહીં, અને રત્ન પણ આપ્યાં નહીં. પછી તે વિવાદ ન્યાયસભામાં ગયે. સાક્ષી, લેખ વગેરે પુરાવો નહીં હોવાથી રાજા મંત્રી વગેરે ન્યાયાધીશો રને અપાવી શક્યા નહીં. આ રીતે સાક્ષી રાખીને દ્રવ્ય આપવા ઉપર ધનેશ્વર શેડનું દષ્ટાંત કર્યું છે.
માટે કોઈને પણ સાક્ષી રાખીને દ્રવ્ય આપવું. સાક્ષી રાખે હાય તો ચોરને આપેલું દ્રવ્ય પણ પાછું મળે છે. એ ઉપર એક દષ્ટાંત કહે છે –
એક વરિફ ધનવાન અને બહુ ઠગ હતો. પરદેશ જતાં માર્ગમાં તેને ચોરેની ધાડ નડા. ચોરાએ જુહાર કરીને તેની પાસે દ્રવ્ય માગ્યું. વણિક કહ્યું. “સાક્ષી રાખીને આ સર્વ દ્રવ્ય તમે ગ્રહણ કરે અને અવસર આવે પાછું આપજે. પણ મને મારશે નહીં. ” પછી ચોરોએ “આ કોઈ પરદેશી મૂર્ખ માણસ છે” એમ ધારી એક જંગલી કાબરચિત્ર વર્ણના બિલાડાને સાક્ષી રાખી સર્વ દ્રવ્ય લઈ લેઈ વણિકને છોડી દીધો. તે વશિફ અનુક્રમે તે સ્થાન બરાબર ધ્યાનમાં રાખીને પાછો પાતાને ગામ ગયો. કેટલીક વખત ગયે છતે એક દિવસે તે ચરો વણિકના ગામના કેકલાક ચારોની સાથે ઘણી વસ્તુ લઈને (વણિકના ગામમાં) આવ્યા. તે વણિકે ચારેને ઓળખી પોતાના કથની માગણી કરી; તેથી કલહ થયે, અને છેવટે તે વાત રાજદ્વારે ચઢી. ન્યાયાધીશોએ વણિકને પૂછયું. “ દ્રવ્ય આપ્યું તે વખતે કોઈ સાક્ષી હતું ?” વણિકે પાંજરામાં રાખેલા એક કાળા બિલાડાને આગળ મૂકીને કહ્યું. “આ હારે સાક્ષી છે.” ચોએ કહ્યું.
હાર કે સાક્ષી છે તે દેખાડ” વણિકે દેખાશે. ત્યારે ચોરોએ -
+
૨૬૭