________________
કરે છે તે સંભળાય છે. આ રીતે વ્યવહારશુદ્ધિ ઉપર દષ્ટાંત કહ્યું છે.
વિવેકી પુરૂષે સર્વ પાપકર્મ તજવાં, તેમાં પણ પોતાના સ્વામી, મિત્ર, આપણું ઉપર વિશ્વાસ રાખનાર, દેવ, ગુરૂ, વૃદ્ધ તથા બાળક એટલાની સાથે વેર કરવું, અથવા તેમની થાપણ ઓળવવી એ તેમની હત્યા કરવા સમાન છે. માટે એ તથા બીજાં મહા પાતકો વિવેકી પુરૂષે અવએ વર્જવાં. કહ્યું છે કે–ખોટી સાક્ષી પુરનાર, ઘણું કાળ સુધી રેષ રાખનાર, વિશ્વાસઘાતી અને કૃતધ્ર એ ચાર કર્મચાંડાળ કહેવાય છે, અને પાંચમો જાતિચાંડાળ જાણવો. અહિં વિસેમિનો સંબંધ કહીએ છીએ. તે એ કે--
વિશાલા નગરીમાં નંદ નામે રાજા, ભાનુમતી નામે રાણી, વિજયપાળ નામે પુત્ર અને બહુશ્રુત નામે દિવાન હતા. નંદરાજા ભાનુમતી રાણીને વિષે ઘણે મોહિત હોવાથી તે રાજ્યસભામાં પણ રાણુની સાથે બેસતા હતા. જે રાજાના વેધ, ગુરૂ અને દિવાન પ્રસન્નતા રાખવાને અર્થે કેવળ મધુર વચન બોલનારાજ હોય, રાજાનો કોપ થાય એવા ભયથી સત્ય વાત પણ કહે નહીં, તે રાજાના શરીરને, ધર્મ અને ભંડારનો વખત જતાં નાશ થાય. એવું નીતિશાસ્ત્રનું વચન હોવાથી રાજાને સત્ય વાત કહેવી એ આપણું કર્તવ્ય છે, એમ વિચારી દિવાને રાજાને કહ્યું કે, “મહારાજ સભામાં રાણી સાહેબને પાસે રાખવાં એ ઘટિત નથી. કેમકે-રાજા, અમિ, ગુરૂ અને સ્ત્રીઓ એ ચાર વસ્તુ બહુ પાસે હોય તે વિનાશ કરે છે, અને બહુ દૂર હોય તે તે પિતાનું ફળ બરાબર આપી શકતી નથી. માટે ઉપર કહેલી ચારે વસ્તુ બહુ પાસે અથવા બહુ દૂર ન રાખતાં સેવવી. માટે રાણુની એક સારી છબી ચિતરાવી તે પાસે રાખે.” નંદરાજાએ દીવાનની વાત સ્વીકારી એક છબી ચિતરાવી શારદાનંદના નામે પિતાના ગુરૂને દેખાડી. શારદાનંદને પિતાની વિદ્વતા બતાવવાને અર્થે કહ્યું કે, “ રાણીના ડાબા સાથળ ઉપર તલ છે, તે આ ચિત્રમાં બતાવ્યો નથી.” ગુરૂના આ વચનથી રાજાના મનમાં રાણીના શીળને વિષે શક આવ્યું, અને તેથી તેણે દિવાન શારદાનંદને મારી નાંખવા દિવાનને હુકમ આપ્યો..
૨૫૮