________________
દાંત કહ્યું છે.
માટે ન્યાય કરનાર પચાએ જ્યાં ત્યાં જે તે ન્યાય ન કરે. સાધર્મોનું, સઘનું, મહેટા ઉપકારનું અથવા એવું જ 5 કારણ હોય તો ન્યાય કરે. તેમજ કોઈ જીવની સાથે મત્સર પણ ન કરે. લક્ષ્મીની પ્રાપ્તિ કર્યાધીન છે, માટે નકામો સર કરવામાં શું લાભ છે ? તેથી બને ભવમાં દુઃખાવો થાય છે. અમે કહ્યું છે કે–જેવું બીજાને ચિંતવે, તેવું પિત પામે, એમ જાણતાં છતાં કે માણસ બીજાની લક્ષ્મીની વૃદ્ધિ જોઇને મત્સર કરે ? તેમજ ધાન્યના વેચાણમાં લાભ થવાને અર્થે દુર્ભિક્ષની, ઔષધમાં લાભ થવાને અર્થે રેગવૃદ્ધિની તથા વસ્ત્રમાં લાભ થવાને અર્થે અગ્નિ આદિથી વસ્ત્રના ક્ષયની ઈચ્છા ન કરવી. કારણ કે, જેથી લેક સંકટમાં આવી પડે એવી ઇછા કરવાથી કર્મબંધન થાય છે. દુર્દેવ ના યોગથી કદાચિત્ દુર્મિક્ષદિ આવે તે પણ વિવેકી પુરૂષે “ઠીક થયું” એમ કહી અનુમોદના પણ ન કરવી. કારણ કે, તેથી વૃથા પિતાનું મન મલિન થાય છે. આ વિષય ઉપર ટુંકમાં એક દૃષ્ટાંત છે, તે એકે- બે મિત્ર હતા, તેમાં એક ઘેનની અને બીજે ચામડાની ખરિદી કરવા જતા હતા. માર્ગમાં એક વૃદ્ધ સ્ત્રીને ત્યાં ભજન કરવા રહ્યા. વૃદ્ધ સ્ત્રીએ તેમને ભાવ જાણું ધૂતના ખરીદનારને ઘરની અંદર અને બીજાને બહાર બેસારીને જમાડયા. બન્ને જણું ખરીદ કરીને પાછા તેજ વૃદ્ધ સ્ત્રીને ત્યાં આવ્યા. ત્યારે તે સ્ત્રીએ ચામડા ખરીદનારને અંદર અને બીજાને બહાર બેસારી જમાડ્યા. પછી તે બન્નેના પૂછવાથી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે, જેનું મન શુદ્ધ હતું, તેને અંદર બેસાય, અને જેનું મન મલિન હતું તેને બહાર બેસાર્યા. આ રીતે મનની મલિનતા ન રાખવા ઉપર દષ્ટાંત કહ્યું છે.
. उचिरं मुत्तूण कलं, दव्वादिकमागयं च उक्करिसं ॥
निव डिअमविजाणंतो, परस्स संतं न गिव्हिज्जा ॥१॥
એની વ્યાખ્યા સે રૂપિયે ચાર પાંચ ટકા સુધી ઉચિત વ્યાજ અથવા વ્યાજમાં બમણું મૂળ દ્રવ્ય થાય એવું વચન છે, તેથી ધીરેલા દ્રવ્યની બમણી વૃદ્ધિ અને ધીરેલા ધાન્યની ત્રમણી વૃદ્ધિ થાય તેટલો
: ૫૫