________________
કે, જીવનિકાય ઉપર દયા રાખનાર સંવમી સાધુ પણ, આહાર વિહાર કરતાં તથા ગોચરીએ અન્ન ગ્રહણ કરતાં જે કાંઈ ધર્મની નિંદા ઉપજાવે, તે તેને બેધિલાભ દુલભ થાય. ભિક્ષા માગવાથી કોઈને લક્ષ્મી અને સુખ વગેરેની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે–પૂર્ણ લક્ષ્મી વ્યાપારની અંદર વસે છે, ઘડી ખેતીમાં છે, સેવામાં નહીં જેવી છે અને ભિક્ષામાં તે બિલકૂલ . છે જ નહી. ઉદરપણ માત્ર ભિક્ષાથી પણ થાય છે, તેથી અંધ પ્રમુખને તે આજીવિકાનું સાધન થઈ પડે છે, મનુસ્મૃતિના ચેથા અધ્યાયમાં કહ્યું છે કે–રૂત, અમૃત, મૃત, અમૃત અને સત્યાત એટલા ઉપાયથી પિતાની આજીવિકા કરવી, પરંતુ નીચની સેવા કરી પોતાને નિર્વાહ કદી પણ ન કર. ચોટામાં પડેલા દાણા વીણવા તે રૂત કહેવાય છે. યાચના કર્યા વગર મળેલું તે અમૃત અને યાચના કરવાથી મળેલું તે મૃત કહેવાય છે. પ્રમૃત તે ખેતી અને સત્યાત એટલે વેપાર જાણે. વણિક લોકોને તે દિવ્ય સંપાદન કરવાને મુખ્ય માર્ગ રૂ૫ સાધન વ્યાપારજ છે. કહ્યું છે કે-લક્ષ્મી વિષ્ણુના વક્ષસ્થળે અથવા કમળ વનમાં રહેતી નથી, પણ પુરૂષેના ઉધમ રૂપ સમુદ્રમાં તેનું મુખ્યસ્થાન છે. વિવેકી પુરૂષે પિતાને અને પિતાના હાયક, ધન, બળ, ભાદય, દેશ કાળ આદિને વિચાર કરીને જ વ્યાપાર કરે. નહીં તે ખોટ વગેરે આવવાનો સંભવ રહે છે. અમે કહ્યું છે કે–બુદ્ધિશાળી પુરૂષે પિતાની શક્તિ હોય તે પ્રમાણેજ કાર્ય કરવું. તેમ ન કરે તે લેકમાં કાર્યની અસિદ્ધિ, લજ્જ, લેકમાં ઉપહાસ, હીલ ના તથા લક્ષ્મીની અને બળની હાનિ થાય. અન્ય ગ્રંથકારોએ પણ કહ્યું છે કે–દેશ કર્યો છે? મહારા સહાયકારી કેવા છે? કાળ કેવો છે? મહારે આવક તથા ખરચ કેટલું છે? હું કોણ છું? અને હારી શક્તિ કેટલી છે? એ વાતનો દરજ વારંવાર વિચાર કરવો.
શિધ્ર હાથ આવનારાં, વિધ વિનાનાં, પિતાની સિદ્ધિને અર્થે ઘણાં સાધને ધરાવનારાં એવાં કારણે પ્રથમથી જ શિધ્ર કાર્યની સિદ્ધિ સૂચવે છે. યત્ન વગર પ્રાપ્ત થનારી અને ઘણા યત્નથી પણ પ્રાપ્ત ન થનારી લક્ષ્મી પુણ્યમાં અને પાપમાં કેટલે ભેદ છે તે જણાવે છે. વ્યાપારના વ્યવહારની શુ હિં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ભેદથી ચાર પ્રકારની છે. તેમાં દ્રવ્યથી
२४२