________________
પ્યું. અનુક્રમે મુનમે ઘણું દ્રવ્ય સંપાદન કર્યું. ત્યારે શેઠનાપુત્રોએ પિતાનું લેહેણું તેની પાસે માંગ્યું. મુનમે સાક્ષી સહિત યથાર્થ વાત હતી તે કહી.. આ રીતે શેઠના પુત્રના આશ્રયથી તે મુનમ ધનવાન થયે..
નિર્દયપણું, અહંકાર, ઘણો લોભ, કઠોર ભાષણ અને નીચ વસ્તુ ઉપર પ્રીતિ રાખવી એ પાંચવાનાં લક્ષ્મીની સાથે નિરંતર રહે છે. એવું એક વચન પ્રસિદ્ધ છે, પણ તે સજજન પુરૂષને લાગુ પડતું નથી. હલકા સ્વભાવના લોકોને ઉદ્દેશીને ઉપરનું વચન પ્રવૃત્ત થયું છે માટે વિવેકી પુરૂષ દ્રવ્ય આદિ ઘણું મળે તે પણ અહંકાર વગેરે ન કરે. કેમકે–જે સ
પુરૂષોનું ચિત્ત આપદા આવે દીન થતું નથી, સંપદા (લક્ષ્મી) આવે અહંકાર પામતું નથી, પારકું દુઃખ અને દુઃખી થાય, અને પોતે સંકટમાં આવે તે સુખી થાય, તેમને નમસ્કાર થાઓ, સામર્થ્ય છતાં પારકા ઉપકવખમે, ધનવાન છતાં ગર્વ ન કરે, અને વિદ્વાન છતાં પણ વિનય કરે, એ ત્રણ પુરૂષો પૃથ્વીના ઉત્તમ અલંકાર છે. વિવેકી પુરૂષે કોઈની સાથે સ્વ૫માત્ર પણ કલેશ ન કરવો. તેમાં પણ મોટા પુરૂષોની સાથે તે કયારે પણ નજ ક. કહ્યું છે કે–જેને ખાંસીને વિકાર હોય, તેણે ચેરી ન કરવી, જેને ઘણી નિદ્રા આવતી હોય, તેણે જાર કર્મ ન કરવું, જેને રેગ થયો હોય તેણે મધુરાદિ રસ ઉપર આસકિત ન કરવી, કેમકે પોતાની જીભ સ્વાધીનતામાં રાખવી, અને જેની પાસે ધન હય, તેણે કોઇની સાથે કલેશ ન કરે. ભંડારી, રાજા, ગુરૂ અને તપસ્વી એમની સાથે તથા પક્ષપાતી, બલિષ્ટ, ક્રૂર અને નીચ એવા પુરૂષની સાથે વિવેકી પુરૂષે વાદ ન કરો. કદાચિત કઈ હેટા પુરૂષની સાથે દ્રવ્ય અદિને વ્યવહાર થયો હેય, તે વિનયથી જ પોતાનું કાર્ય સાધવું. બળાત્કાર, કલેશ આદિ ન કરવિ. પંચેપાખ્યાનમાં પણ કહ્યું છે કે ઉત્તમ પુરૂષને વિનયથી, શર પુરૂવને ફિતુરીથી, નીચ પુરૂષને અલ્પ વ્યાદિકના દાનથી અને આપણું બરાબરીને હેય તેને પિતાનું પરાક્રમ દેખાડીને વશ કરે.
ધનને અર્થી અને ધનવાન એ બન્ને પુરૂષોએ વિશેષે કરી ક્ષમા રાખવી જોઈએ. કારણ કે, ક્ષમા કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ અને રક્ષણ થાય છે. કહ્યું છે કે બ્રાહ્મણનું બળ હેમમંત્ર, રાજાનું બળ નીતિશાસ્ત્ર, અનાથ
૨૫૨