________________
મનમાં એમ જાણવું કે, તેટલું દ્રવ્ય મેં ધર્માર્થે વાપર્યું. આપેલું દ્રવ્ય ઉ. ઘરાણું કરતાં પણ પાછું ન મળે તે, તે ધર્માર્થે ગણવાને માર્ગ રહે, તે માટે જ વિવેકી પુરૂષે સાધમ ભાઈઓની સાથે જ છુખ્ય માર્ગે વ્યવહાર કરો, એ ય છે. પ્લેચ્છ આદિ અનાર્ય લોકો પાસે લહેણું હોય, અને તે જે પાછું ન આવે તો તે દ્રવ્ય ધમળે છે, એવું ચિંતવવાને કાંઈ પણ રસ્તો નથી, માટે તેને કેવળ ત્યાગ કરવો, અર્થાત તેના ઉપરથી પતાની મમતા છેડી દેવી. કદાચિત ત્યાગ કર્યા પછી તે દ્રવ્ય દેણદાર આપે, તે તે શ્રીસંઘને ધમાથે વાપરવાને અર્થે સોંપવું. તેમજ દ્રવ્ય, શસ્ત્ર આદિ આઉધ અથવા બીજી પણ કોઈ વસ્તુ ખોવાઈ જાય, અને પાછી મળવાનો સંભવ ન રહે, ત્યારે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. અર્થાત તેને વિસરી નાખવી જોઈએ. એમ કરવાથી જે ચેર આદિ, ચોરાઈ ગએલી વસ્તુનો ઉપયોગ પાપકર્મમાં કરે, તે તે પાપના ભાગીયા આપણે થતા નથી એટલે લાભ છે. વિવેકી પુરૂષે પાપને અનુબંધ કરનારી, અનંતા ભવ સંબંધી શરીર, ગૃહ, કુટુંબ, દ્રવ્ય શસ્ત્ર આદિ વસ્તુનો આ રીતે ત્યાગ કરે. એમ ન કરે તે અનંતા ભવ સુધી તેમના (તે વસ્તુના) સંબંધથી થનારાં માઠાં ફળ ભેગવવાં પડે.
આ અમારું વચન સિદ્ધાંતથી વિરૂદ્ધ છે, એમ નથી. શ્રીભગવતી સૂત્રના પાંચમાં શતકના છઠા ઉદ્દેશામાં “આહેડીએ હરિણુને માર્યો, ત્યારે જે ધનુષ્યથી, બાણથી, ધનુષ્યની દોરીથી તથા લોઢાથી હણિ હણ, તે *જીને પણ હિંસા (પાંચ ક્રિયા) લાગે. એમ કહ્યું છે. હશે, વિવેકી પુરૂષે કોઈ ઠેકાણે કાંઈ ધન હાનિ આદિ થાય છે, તેથી મનમાં દીલગીર ન થવું. કારણ કે, દીલગીરી ન કરવી એજ લક્ષ્મીનું મૂળ છે. કહ્યું છે કેદઢ નિશ્ચયવાળા કુશળ, ગમે તેટલા કલેશને ખમનારે અને અહોરાત્ર ઉધમ કરનારો માણસ પાછળ લાગે તો લક્ષ્મી કેટલી દૂર જવાની? જ્યાં ધનનું ઉપાર્જન કરાય, ત્યાં થોડું ઘણું ધન તે નાશ પામેજ. ખેડૂતને વાવેલા બીજથી ઉત્પન્ન થએલા ધાન્યના પર્વત સરખા ઢગલે ઢગલા મળે, તે પણ વાવેલું બીજ તેને પાછું મળતું નથી. તેમ જ્યાં ઘણો લાભ થાય, ત્યાં થોડી ધનુષ્ય બાણ વગેરેના મૂળ છેને.
૨૪૮