________________
એટલું દ્રવ્ય ધર્મખાતે થાઓ.” દેવાદારે ઘણા કાળ સુધી. સંબંધ માથે ન રાખવે. કારણ કે, તેમ કરવાથી વખત આયુષ્ય પૂરું થઈ જાય તે, આવતે ભવે પાછો બે જણાને સંબંધ થઈ વેર વગેરે વધે છે. ભાવડા શ્રેણીને પૂર્વભવના ઋણના સંબંધથી જ પુત્ર થયા એવી વાત સંભળાય છે, તે નીચે લખી છે
" ભાવડ નામે એક શ્રેણી હતો. તેની સ્ત્રીને પેટે એક જીવ અવતો તે વખતે ખેટાં સ્વમં આવ્યાં, તથા શ્રેણીની સ્ત્રીને દેહલા પણ ઘણા જ માઠા ઉત્પન્ન થયા. બીજા પણું ઘણા અપશુકન થયા. સમય પૂર્ણ થએ શ્રેણીને મૃત્યુયોગ ઉપર દુષ્ટ પુત્ર થશે. તે ઘરમાં રખાય નહીં, તેથી માલણ નદીને કાંઠે એક સૂકાયેલાં વૃક્ષની નીચે તે બાળકને મૂક્યો. ત્યારે તે બાળકે પ્રથમ રૂદન કરી અને પાછળથી હસીને કહ્યું કે, “એક લાખ સેનૈયા હું તમારી પાસે માગું છું, તે આપ. નહીં તે તમારા ઉપર ઘણું અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ શ્રેણીએ પુત્રને જન્મોત્સવ કરી છઠે દિવસે એક લાખ સેનૈયા વાવર્યા, ત્યારે તે બાળક મરણ પામે. એ જ રીતે બીજો પુત્ર પણ ત્રણ લાખ સેનૈયા આપ્યા, ત્યારે મરણ પામ્યો. ત્રીજો પુત્ર થવાને અવસરે સવમ તથા શકુન પણ સારા થયા. પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, “મહારે ઓગણીશ લાખ સેનૈયા લેવા છે.” એમ કહી તેણે મા બાપ પાસેથી ઓગણીસ લાખ સેનૈયા ધર્મખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સેનૈયા ખરચીને કાશ્મીર દેશમાં શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી પુંડરીક ગણધર અને ચક્રેશ્વરી દેવી એ ત્રણની પ્રતિમાં લઈ ગયે. દસ લાખ સેનૈયા ખરચીને ત્યાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણમાં ભરીને તે શત્રુંજયે ગયો. ત્યાં લેખમય પ્રતિમાઓ હતી, તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણી રનની પ્રતિમાઓ સ્થાપના કરી. આ રીતે ઋણ ભવાંતરે વાળવું પડે, એ વિષય ઉપર ભાવડ શ્રેણીની કથા છે. '
ઋણના સંબંધમાં પ્રાયે કલહ તથા વેરની વૃદ્ધિ વગેરે થાય છે, તે લોકમાં પ્રસિદ્ધ છે. માટે કણનો સંબંધ ચાલતા ભવમાં જ ગમે તે ઉપાય કરીને વાળી નાંખો. બીજું, વ્યવહાર કરતાં જે દ્રવ્ય પાછું ન આવે, તો
२४७