________________
પારકે ઘેર સુઈ રહેનાર એટલા માણસનું જીવિત મરણ સમાન છે. એટલું જ નહીં પણ મરણ પામવું તે એમને સારી વિશ્રાંતિ છે. ભિક્ષા માગીને નિર્વાહ કરનાર માણસ નિષ્કાળજી, બહુ ખાનારે, આળસુ અને ઘણી નિદ્રા લેનારે હોવાથી જગતમાં તદન નકામે થાય છે. વળી એમ પણ વાર્તા કહેવાય છે કે – - કોઈ કાપાલિકના ભિક્ષા માગવાના ઠીકરામાં એક ઘાંચીના બળદે ઑર્ડ ઘાલ્યું. ત્યારે ઘણે કોલાહલ કરીને કાપાલિકે કહ્યું કે, “મને બીજી ઘણી ભિક્ષા મળશે, પણ એ બળદે ભિક્ષાના વાસણમાં મહેડું ઘાલ્યું, તેથી રખેને એનામાં ભિક્ષાચરના આળસ, બહુ નિદ્રા આદિ ગુણઆવે, અને તમને નકામો થઈ પડે! માટે મને બહુ દીલગીરી થાય છે.”બીહરીભદ્રસૂરીએ પાંચમા અષ્ટકમાં ત્રણ પ્રકારની ભીક્ષા કહી છે. તે એ કે –તત્વના જાણુ પુરૂષએ ૧ સર્વસંપન્કરી, ૨ પરૂષદ્વી, અને ૩ વૃત્તિભિક્ષા. આ રીતે ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે ગુરૂની આજ્ઞામાં રહેલા, ધર્મધ્યાન આદિ શુભ
ધ્યાન કરનારા અને માવજીવ સર્વ આરંભથી નિવૃત્તી પામેલા સાધુઓની ભિક્ષા સર્વ સંપન્કરી કહેવાય છે. જે પુરૂષ પંચ મહાવ્રતને અંગીકાર કરીને યતિધર્મને વિરોધ આવે એવી રીતે ચાલે, તે ગૃહસ્થની પેઠે સાવધ આરંભ કરનારા સાધુની ભિક્ષ પરૂષઘી કહેવાય છે. કારણ કે, ધર્મની લઘુતા ઉત્પન્ન કરનાર તે મૂઢ સાધુ, શરીર પુષ્ટ છતાં દીન થઈ ભિક્ષા માગીને ઉદરપોષણ કરે, તેથી તેને કેવળ પુરૂષાર્થ નાશ પામે છે. દરિદ્રી, આંધળા, પાંગળા તથા બીજા પણ જેમનાથી કાંઈ ધ ધ થઈ શકે એમ નથી, એ લેક જે પિતાની આજીવિકાને અર્થે ભિક્ષા માગે છે, તે વૃત્તિભિક્ષા કહેવાય છે. વૃતિભિક્ષામાં બહુ દેષ નથી, કારણ કે, તેના માગનારા દરિટી આદિ લે કે ધર્મને લઘુતા ઉપજાવતા નથી. મનમાં દયા લાવી લોકો તેમને ભિક્ષા આપે છે. માટે ગૃહસ્થ અને વિશેષે કરી ધમાં શ્રાવકે માગવી વર્જિવી.
બીજું કારણ એ છે કે, ભિક્ષા માગનાર પુરૂષ ગમે તેટલું એક ધમનુષ્ઠાન કરે, તે પણ જેમ દુર્જનની મૈત્રીથી, તેમ તેથી લેકમાં અવજ્ઞા, નિંદા વગેરે થાય; અને જે જીવ ધર્મની નિંદા કરાવનારે થાય, તેને સમ્યકર્વ પ્રાપ્તિ આદિ થવું મુશ્કેલ છે. ઔઘનિયુકિતમાં સાધુ આશ્રયી કહ્યું છે
૨૪૧