________________
ગીત ગાય છે. પછી “તમે બુદ્ધિહીણ તથા ભાગ્યહીનું છે.” એમ લેકો. ઘણી નિંદા કરવા લાગ્યા, ત્યારે લજ્જા પામીને તે બન્ને ભાઈ દેશાંતર ગયા. બીજો કોઈ ઉપાય ન હોવાથી બન્ને જણ કોઈ મોટા શેઠને ઘેર જૂદા જૂદા ચાકરી કરવા રહ્યા. જેને ઘેર કર્મસાર રહ્યા હતા. તે શેઠ કપટી અને અતિ કૃપણ હત. ઠરાવેલે પગાર પણ આપે નહીં, “ફલાણે દિવસે આપીશ.” એમ વારંવાર ઠગ્યા કરે. આમ હોવાથી કર્મચારે ઘણે વખત થયા છતાં કોઈ પણ પૈસા એકઠા કર્યા નહીં. પુણસારે તે થોડા ઘણા પૈસા ભેગા કર્યા અને તેનું પ્રયત્નથી રક્ષણ પણ કર્યું હતું, છતાં ધૂર્ત લેકે તે સર્વ હરણ કરી ગયા. પછી કર્મસાર જૂદા જૂદા ઘણું શેઠીઆની પાસે ચાકરીએ રહ્યા, તથા દિમિયા, ભૂમિમાંથી દૂધ કાઢવાની વિધા, સિદ્ધ રસાયન, રેહણાચલે ગમન કરવાને અર્થે મંત્રસાધન, રૂદતી આદિ ઓષધીની શોધ ખોળ વગેરે કૃ તેણે મહેટા આરંભથી અગીઆર વાર કર્યો, તે પણ પિતાની કુબુદ્ધિથી તથા વિધિ વિધાનમાં વિપરીત પણું હોવાથી તે કિંચિત્માત્ર પણ ધન સંપાદન કરી શકે નહીં. ઉલટું ઉપર કહેલાં કામ કરતાં તેને નાનાવિધ દુ:ખો ભોગવવાં પડ્યાં.
પુણ્યસારે તે અગીઆર વાર ધન મેળવ્યું, અને તેટલી જ વાર પ્રમાદાદિકથી ખોયું. છેવટ બન્ને જણા બહુ ખેદ પામ્યા, અને એક વહાણ ઉપર ચઢી રાખે ગયા. ત્યાંનો ભક્ત જનોને સાક્ષાત ફળ દેખાડનારી એક દેવી આગળ “મૃત્યુ અંગીકાર કરી બન્ને જણ બેઠા. એમ કરતાં સાત ઉપવાસ થયા, ત્યારે આઠમે ઉપવાસે દેવીએ કહ્યું કે, “તમે બન્ને ભાગ્યશાલી નથી.” દેવીનું વચન સાંભળી કર્મસાર ઊઠયો. એકવીસ ઉપવાસ થયા ત્યારે દેવીએ પુણ્યસારને તે ચિંતામણિ રત આપ્યું. કર્મસાર પશ્ચાત્તાપ કરવા લાગ્યો, ત્યારે પુણ્યસારે કહ્યું. “ભાઈ ખેદ કરીશ નહીં.' આ ચિંતામણિરલથી હારી કાર્યસિદ્ધિ થશે.” પછી બન્ને ભાઈ આનંદ પામી પાછા વળ્યા, અને એક વહાણ ઉપર ચઢયા. રાત્રે પૂર્ણ ચંદ્રમાને ઉદય થયે, ત્યારે મોટા ભાઈએ કહ્યું, “ભાઈ ! ચિંતામરિસ કાઢ. આપણે જોઈએ કે, તે રત્નનું તેજ વધારે છે કે, ચંદ્રમાનું તેજ વધારે છે ?” પછી વહાણના કાંઠા ઉપર બેઠેલા હાના ભાઈએ દુદેવની પ્રેરણાથી ચિ.
૨૦૩