________________
સાત ક્ષેત્રાને વિષે પોતાની શક્તિ પ્રમાણે અપ દ્રવ્ય વાપરવું, પણ માથે કાઇનું ઋણ રાખવું નહી. પાઇએ પાઈ ચૂકતી કરવી. તેમાં પણ દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણ ખાતાનું ઋણ બિલકૂલ નજ રાખવું. કહ્યું છે કે— શ્રેષ્ઠ પુરૂષે કાઇનું ઋણ એક ક્ષણમાત્ર પણ કોઇ કાળે ન રાખવું. તેા પછી અતિ દુઃસહુ દેવાદિકનું ઋણ કાણુ માથે રાખે? માટે બુદ્ધિમાન્ પુરૂષે ધર્મનું સ્વરૂપ જાણીને સર્વ ઠેકાણે ચોખ્ખો વ્યવહાર રાખવો. કહ્યું છે કે— જેમ ગાય પડવેના ચક્રને, નાળિયા નાળિયને, હંસ પાણીમાં રહેલા દૂધને અને પક્ષી ચિત્રાવેલને જાણે છે, તેમ બુદ્ધિમાન પુરૂષ સૂક્ષ્મધર્મ જાણે છે. હવે આ વિષયને આ કરતાં વધારે વિસ્તારની જરૂર નથી.
હવે ગાથાના ઉત્તરાર્દુની વ્યાખ્યા વિષે કહીએ છીએ. આ રીતે જિન પૂજા કરીને જ્ઞાનાદિ પાંચ આચારને દૃઢપણે પાળનાર એવા ગુરૂની પાસે જઈ પોતે પૂર્વે કરેલું પચ્ચખાણ અથવા તેમાં કાંઈક વધારીને ગુરૂ પાસે ઉચ્ચરવું. જ્ઞાનાદિ પાંચ આચારની વ્યાખ્યા અમારા રચેલા આચારપ્રદીપ ગ્રંથથી જાણવી. પચ્ચખાણ ત્રણ પ્રકારનું છે. એક આત્મ સાક્ષિક, ખીજું દેવસાક્ષિક અને ત્રીજી' ગુરૂ સાક્ષિક. તેને વિધિ આ પ્રમાણે: —જિનમંદિરે દે વવદનને અર્થે, સ્નાત્રમહેસવના દર્શનને અર્થે અથવા દેશના આદી કારથી આવેલા સદ્ગુરૂની પાસે વંદના વગેરે કરી વિધિપૂર્વક પચ્ચખાણ લેવું. મંદિરે ન હાય તે। ઉપાશ્રયમાં જિનમદિરની પેઠે ત્રણ નિરિહી તથા પાંચ અભિગમ વગેરે યથાયાગ્ય વિધિથી પ્રવેશ કરી દેશનાથી ૫હેલા અથવા તે થઇ રહ્યા પછી સદ્ગુરૂને પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ એવી દાદાવર્ત્ત વંદના કરે. એ વંદનાનું ફળ બહુ હાટુ છે. વળી કહ્યું છે કેમાણસ શ્રદ્દાથી વંદના કરે તેા, નીચગેાત્ર કર્મને ખપાવે, ઉચ્ચગે:ત્ર કર્મ બાંધે, અને કર્મની દૃઢગ્રંથિ શિથિલ કરે. કૃષ્ણે ગુરૂવંદનાથી સાતમીને બદલે ત્રીજી નરકનું આયુષ્ય અને તીર્થંકર નામકર્મ બાંધ્યું, તથા તે ક્ષાયિક સમ્યકત્વ પામ્યા. શીતળાચાર્યને વંદના કરવા માટે આવેલા, રાત્રીએ બહાર રહેલા અને રાત્રે કેવળજ્ઞાન પામેલા પેાતાના ( શીતાળચાર્ય) ચાર ભાણેજોને પહેલા ક્રોધથી દ્રવ્ય વના કરી અને પછી તેમના વચનથી ભાવવંદના કરી ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
-
૨૧૬