________________
દેવભીને પ્રકટ થએલો સ્વર જો જીર્ણશ્રેણી ન સાંભળત, તે કેવળજ્ઞાન પણ પામત; પરંતુ દુંદુભીને સ્વર સાંભળતાં જ ભાવના ખંડિત થઈ. એમ જ્ઞાનીએ કહ્યું છે. આ રીતે સાધુને નિમંત્રણ કરવા ઉપર દૃષ્ટાંત છે. - સાધુ મુનિરાજને આહાર વિહરાવવાના વિષયમાં શ્રીશાલિભદ્ર આદીનું અને રેગ વગેરે આવે અને ઔષધ ભેષજ દેવાના વિષયમાં બીવીરભગધાનને ઔષધ દેનારી તથા જિનનામકર્મ બાંધનારી રેવતીનું દષ્ટાંત જાણવું. ગાન સાધુની સારવાર કરવામાં મહેટું ફળ છે. સિદ્ધાંતમાં કહ્યું છે કેહે ગોતમ ! જે જીવ જ્ઞાન સાધુની સારવાર કરે, તે હારા દર્શન (શાસનો) સ્વીકાર કરે, અને જે દ્વારા દર્શનને સ્વીકાર કરે, તે ગ્લાન સાધુની સારવાર કરે. કારણ કે, અરિહંતના દર્શનમાં શાસનની આજ્ઞા પ્રમાણે ચાલવું એજ પ્રધાન છે. એમ નિશ્ચયથી જાણવું. વગેરે અહિં કૃમિ કુષ્ટરોગથી પીડાયેલા સાધુની સારવાર કરનારે ઋષભદેવને જીવ જે છવાનંદ વૈધ, તેનું દષ્ટાંત જાણવું. તેમજ સુશ્રાવકે સુપાત્ર સાધુઓને સારા સ્થાનકે યોગ્ય એ ઉપાશ્રય આદી દેવો. કેમકે-ઇચ્છા જેટલુ ઘરમાં ધન ન હોય, તે પણ સુશ્રાવકે મુનિરાજને વસતિ, શયા, આસન, આહાર, પાણ, ઔષધ, વસ્ત્ર, પાત્ર આદી બેડામાં થોડું પણ આપવું. જ્યતી, વંકચૂલ, કોશાવેશ્યા, અવંતિ સુકુમાર આદી છે સાધુને ઉપાશ્રય આપવાથી જ સંસાર સાગરને તરી ગયા. તેમજ સુશ્રાવકે સાધુની નિંદા કરનારા, તથા જિનશાસનના પ્રત્યેનીક લોકોને પોતાની સર્વ શક્તિથી વારવા કહ્યું છે કે સુશ્રાવકે પિતામાં સામર્થ્ય છતાં, ભગવાનની આજ્ઞાથી ઉલટા ચાલનારા લોકોની કદી પણ નિંદા ન કરવી. અનુકૂળ અથવા પ્રતિકૂળ ઉપાય યોજીને અવષ્ય શિખામણનાં વચન કહેવાં. અહિં દ્રમક મુનિની નિંદા કરનારને યુક્તિથી વારનાર અભયકુમારનું દષ્ટાંત જાણવું.' - સાધુની પેઠે સાધ્વીઓને પણ સુખ સંયમયાત્રાનાં પ્રશ્ન વગેરે કરવાં. તેમાં એટલી વાત વળી અધિક જાણવી કે, સાધ્વીઓનું દુરાચારી અને નાસ્તિક લેકથી રક્ષણ કરવું. પિતાના ઘરની પાસે ચારે બાજુથી સારી
રીતે રક્ષણ કરેલા અને જેનાં બારણું ગુપ્ત એટલે જ્યાં કોઈ ઝટ આવી - શકે તેમ ન હોય તેવી જગ્યા આપવી. પોતાની સ્ત્રીઓ પાસે તેમની સે
૨૨૮