________________
આવ્યું, ત્યારે રાજાએ મદનને સાક્ષી તરીકે બોલાવ્યો. ત્યારે બન્ને સંભએ મદનને કહ્યું કે, “જે હારી તરફેણમાં સાક્ષી નહિ પૂરે, તે હારૂં આવી બન્યું એમ જાણજે.” એવી ધમકીથી આકુળ વ્યાકુળ થએલા ધનછીએ પિતાના પુત્રના રક્ષણ માટે ક્રેડ ક્રમ્સ આપીને બુદ્ધિ દેનારની પાસેથી એક બુદ્ધિ લીધી કે, “તું હારા પુત્રને ગાંડે કર.” એમ કરવાથી ધનકી સુખી થયે. એ બુદ્ધિકર્મ ઉપર દૃષ્ટાંત કહ્યું છે.
- વ્યાપાર આદી કરનારા લોકો હાથથી કામ કરનારા જાણવા. દૂતપણું વગેરે કામ કરનારા લેક પગથી કામ કરનારા જાણવા. ભાર ઉપાડનારા વગેરે લોક મસ્તકથી કામ કરનારા જાણવા. ૧ રાજાની, ૨ રાજાના અમલદાર લોકોની, ૩ એટીની અને ૪ બીજા લોકોની મળી ચાર પ્રકારની સેવા છે. રાજદિકની સેવા અહેરાત્ર પરવશતા આદિ ભેગવવું પડતું હોવાથી જેવા તેવા માણસથી થાય તેમ નથી. કહ્યું છે કે જે સેવક કાંઈ ન બોલે, તે કહેવાય, જે છૂટથી બોલે છે. બકનારે કહેવાય, જે પાસે બેસી રહે તે ધીઠે કહેવાય, જે આઘે બેસે તે બુદ્ધિહીન કહેવાય, સ્વામી કહે તે સર્વ સહન કરે તે કાયર કહેવાય, જે ન સહન કરે તે હલકા કુળને કહેવાય, માટે યોગીઓથી પણ ન જાણી શકાય એવે સેવાધર્મ બહુજ કઠણ છે. જે પિતાની ઉન્નતિ થવાને અર્થે નીચું માથું નમાવે, પોતાની આજીવિકાને અર્થે પ્રાણ આપવા પણું તૈયાર થાય, અને સુખ પ્રાપ્તિને અર્થે દુઃખી થાય, એવા સેવક કરતાં બીજે કણ મૂર્ખ હશે?
પારકી સેવા કરવી તે ધાનવૃત્તિ સમાન છે, એમ કહેનારા લોકોએ બરાબર વિચાર કર્યો જણાતો નથી, કારણ કે, શ્વાન ધણુની ખુશામત પૂંછડીથી કરે છે, અને સેવક તે ધણની ખુશામત માથું નમાવી નમાવિને કરે છે. માટે સેવકની વૃત્તિ શ્વાન કરતાં પણ નીચ છે. એમ છતાં પણ બીજી કોઈ રીતે નિર્વાહ ન થાય તે, સેવા કરીને પણ વિવેકી પુરૂષે પિતાને નિર્વાહ કરે. કેમકે –મહે શ્રીમાન હેય તેણે વ્યાપાર કરવિ, અ૯પ ધનવાન હેય તેણે ખેતી કરવી, અને સર્વ ઉધમ જ્યારે ખુટી પડે, ત્યારે છેવટ સેવા કરવી. સમજુ, ઉપકારને જાણ તથા જેનામાં
- ૨૩૬