________________
કહ્યા છે, તે એ છે કે –ડાહ્યા સેવકે ધણની બાજૂએ બેસવું, તેના મુખ તરફ દ્રષ્ટિ રાખવી. હાથ જોડવા, અને ધણીને સ્વભાવ જાણીને સર્વ કર્યો સાધવાં. સેવકે સભામાં ધણુની પાસે બહુ નજીક ન બેસવું, તથા બહુ દૂર પણ ન બેસવું, ધણીના આસન જેટલા અથવા તેથી વધારે ઊંચા આસન ઉપર પણ ન બેસવું. ધણીની આગળ તેમ પાછળ પણ ન બેસવું. કારણ કે, બહુ પાસે બેસે તો ધણને અકળામણ થાય, બહુ દૂર બેસે તે બુદ્ધિ હીન કહેવાય, આગળ બેસે તો બીજા કઈ માણસને ખોટું લાગે, અને પાછળ બેસે તે ધણુની દષ્ટિ ન પડે, માટે ઉપર કહ્યા પ્રમાણે બેસવું.
થાકી ગએલો, ક્ષુધાથી તથા તૃષાથી પીડાયલે, ક્રોધ પામેલો, કઈ કાર્યમાં રોકાયેલો, સુવાનો વિચાર કરનારે, તથા બોજા કેઈની વિનંતી સાંભળવામાં રોકાયેલો એવી અવસ્થામાં ધણું હોય, તે સમયે સેવકે તેને કાંઈ વાત કહેવાની હેય તે કહેવી નહીં. સેવકે જેમ રાજાની સાથે તેમજ રાજમાતા, પટરાણી, પાટવી કુમાર, મુખ્યમંત્રી, રાજગુરૂ અને ઠા. રપાળ એટલા માણસની સાથે પણ વર્તવું. “પૂર્વે મેંજ એ સળગાવ્યું છે, માટે હું એની અવહીલના કરૂં, તો પણ એ મને બાળશે નહીં.” એવી બેટી સમજથી જે કોઈ માણસ પોતાની આંગળી દીવા ઉપર ધરે, તે તે તત્કાળ બાળી નાખે છે. તેમ “મેં જ એને હિકમતથી રાજપદવીએ પહોચાડે છે, માટે ગમે તે કરું તે પણ હારા ઉપર એ રૂટ થાય નહીં. એવી બેટી સમજથી જો કોઈ માણસ રાજાને આંગળી અડાડે, તે પણ તે રૂટ થયા વગર રહે નહીં. માટે તે રૂટ ન થાય તેમ ચાલવું કોઈ પુરુષ રાજાને ઘણે માન્ય હોય, તે પણ મનમાં તેણે તે વાતને ગર્વ ન કરવો. કારણ કે, “ગર્વ વિનાશનું મૂળ છે.” એમ કહ્યું છે. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે –
દિલી શહેરના બાદશાહના મહેટા પ્રધાનને ઘણે ગર્વ થશે. તે મને નમાં એમ સમજવા લાગ્યા કે, “રામ મહારા આધાર ઉપરજ ટકી રહ્યું છે” એક સમયે કોઈ મહેતા માણસ આગળ તેણે તેની ગર્વની વાત પણ કહી દીધી તે વાત બાદશાહને કાને પડતાં જ તેણે મુખ્ય પ્રધાનને પદ ઉપરથી ઉતારી મૂકયે, અને તેની જગ્યા ઉપર હાથમાં પડી રાખનારે એક