________________
લે પણ ઉદ્યમ જે ધર્મને વિષે કરે, તે શું મેળવવાનું બાકી રહે ?
માણસની આ જીવિકા ૧ વ્યાપાર, ૨ વિધા, ૩ ખેતી, ૪ ગાય બકરાં આદિ પશુનું રક્ષણ, ૫ કળા કૌશલ્ય ૬ સેવા અને ૭ ભિક્ષા એ સાત ઉપાયથી થાય છે. તેમાં વણિક લોકો વ્યાપારથી, વૈઘ, આદિ લોકો પિતાની વિદ્યાથી, કણબી લેકે ખેતીથી, ગોવાળ તથા ભરવાડ લોક ગાય આદીના રક્ષણથી, ચિત્રકાર, સૂતાર વગેરે લોકો પોતાની કારીગરીથી, સે. વક લેકો સેવાથી અને ભિખારી લેક ભિક્ષાથી પિતાની આજીવિકા કરે છે. તેમાં ધાન્ય, ધૃત, તેલ, કપાસ, સૂતર, કાપડ. તાંબા પિતળ આદિ ધાતું, મોતી, ઝવેરાત, નાણું વગેરે કરિયાણાના ભેદથી અનેક પ્રકારના વ્યાપાર છે. “ત્રણ સાઠ પ્રકારનાં કરિયાણું છે” એવી લેકમાં પ્રસિદ્ધિ છે. પેટાના ભેદ જાણવા જોઈએ તે વ્યાપારની સંખ્યાને પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું એ પણ વ્યાપારની અંદર જ સમાય છે.
આષધ, રસ, રસાયન, ચૂર્ણ, અંજન, વાસ્તુ, શકુન, નિમિત્ત, સામુ દ્રિક, ધર્મ, અર્થ, કામ, જ્યોતિષ, તર્ક વગેરે ભેદથી નાના પ્રકારની વિદ્યાઓ છે. તેમાં વૈદ્યવિદ્યા અને ગાંધીપણું એ બે વિધા પ્રાયે માઠું ધ્યાન થવાને સંભવ હોવાથી વિશેષ ગુણકારી નથી. કેઈ ધનવાન પુરૂષ માટે પડી જાય અથવા બીજા કોઈ એવાજ પ્રસંગે વૈવને તથા ગાંધીને ઘણે લાભ થાય છે, ઠેકાણે ઠેકાણે બહુમાન મળે છે. કેમકે શરીરે રોગ થાય ત્યારે વૈદ્ય પિતા સરખો છે; તથા રોગિના મિત્ર વૈઘ, રાજાના મિત્ર હાજી હાજી - કરી મીઠાં વચન બેલનારા, સંસારી દુઃખથી પીડાયેલા માણસના મિત્ર મુનિરાજ અને લક્ષ્મી ખોઈને બેઠેલા પુરૂષોના મિત્ર જોશી જાણવા.
વ્યાપારમાં વ્યાપાર ગાંધીને જ સરસ છે. કારણ કે, તે વ્યાપારમાં એ." ક ટકે ખરીદેલી વસ્તુ સે ટકે વેચાય છે. આ સર્વ વાત સાચી છે. વૈવને તથા ગાંધીને લાભ તથા માન ઘણું મળે છે, પરંતુ એ નિયમ છે કે, જેને જે કારણથી લાભ થાય છે, તે માણસ તેવું કારણ હમેશાં બની આવવાની ઇચ્છા રાખે છે. કહ્યું છે કે સુભટે રણસંગ્રામની, વૈદ્ય હેટા મહેતા ધનવંત લોકોની માંદગીની, બ્રાહ્મણે ઘણા મરણની અને નિગ્રંથ મુનિઓ લોકમાં સુભિક્ષની તથા ક્ષેમકુશળની ઈચ્છા કરે છે. મનમાં ધન
૨૩૩