________________
,,
રાજાને લાંધણ થઈ ત્યારે સવારે રાજકુમારે કહ્યું. હું તાત ! હું અપરાધી છું. મને યથાયોગ્ય દંડ કરો.” પછી રાજાએ સ્મૃતિના જાણુ પુરૂષોને પૂછ્યું કે, “એના શું દંડ કરવા.' જાણુ પુરૂષોએ કહ્યું. “હે રાજન ! રાજ્યને યેાગ્ય એવા આ તારા એકજ પુત્ર છે. માટે એને શું દંડ કરીએ ?” રાજાએ કહ્યું. “કાનું રાજ્ય અને કાને પુત્ર? હું તે ન્યાયને સર્વ વસ્તુ કરતાં ઉત્તમ ગણુ છું. કેમકે— ૧ દુર્જનનેા દંડ કરવા, ૨ સજ્જનની પૂજા કરવી, ૩ ન્યાયથી ભંડારની વૃદ્ધિ કરવી, ૪ પક્ષપાત ન રાખવા. અને પ શત્રુ થકી રાજ્યની રક્ષા કરવી. એજ રાજાઓને નિત્ય કરવા કરવા યેાગ્ય પંચ મહા યજ્ઞ કહ્યા છે. સેનિતિમાં પણ કહ્યું છે કે—રાજાએ પોતાના પુત્રને પણ અપરાધના અનુસારથી દંડ કરવા. માટે જે એને યેગ્ય દંડ હોય તે કહા.” રાજાએ એમ કહ્યું, તે પણ તે તે વિદ્વાન્ લેાકેા જ્યારે કાંઇ ખેલ્યા નહીં. ત્યારે “જે જીવ બીજા જીવને જે રીતે અને જે દુ:ખ દે, તે જીવને તે દુ:ખના બદલામાં તે રીતે તેજ દુ:ખ મળવું જોએ. તથા કાઇ અપકાર કરે તે તેને અવશ્ય પાછો બદલો વાળવા જોઇએ” વગેરે નીતિશાસ્ત્રના વચન ઉપરથી રાજાએ પેાતેજ પુત્રને કયા દંડ આપવા ? તેના નિર્ણય કર્યો. પછી ઘેાડી મંગાવીને પુત્રને કહ્યુ, “તું અહિં માર્ગમાં સૂઇ રહે.” પુત્ર પણ વિનીત હતા તેથી પિતાનું વચન માની માર્ગમાં સૂર્ણ રહ્યો. રાજાએ પોતાના સેવાને કહ્યું. એના ઉપરથી દોડતી ધોડી લઈ જા.” રાજાનું આ વચન કાઇએ માન્યું નહીં. ત્યારે સર્વે લેાકાએ વાયા, તે પણ રાજા પોતે ઘોડી ઉપર અસ્વાર થયા, અને ઘેાડીને દોડાવીને પુત્રના શરીર ઉપર લઇ જાય છે, એટલામાં રાજ્યની અવિાયિકા દેવીએ પ્રકટ થઈ પુષ્પવૃષ્ટિ કરીને કહ્યું કે, “હે રાજન! મે હારી પરિક્ષા કરી. પ્રાણ કરતાં પણ વલ્લભ એવા પોતાના પુત્રથી પણ તને ન્યાય પ્રિય છે, એમાં સંશય નથી. માટે તું ચિરકાળ નિર્વેદ્મપણે રાજ્ય કર.” આ રીતે ન્યાયને વિષે તત્પર રહેવા ઉપર દૃષ્ટાંત છે.
હવે જે રાજાના અધિકારી છે, તે જો અભયકુમાર, ચાક્ય આદી રૂષની પેઠે રાજાનું અને પ્રજાનું હિત થાય તેવી રીતે રાજકાર્ય કરે તે, મના કામમાં ધર્મને વિરેધ ન આવે. કહ્યું છે કે—કેવળ સજાનુંઞ ડિ
૨૩૧