________________
તકરનારો માણેસ પ્રજાને શત્રુ થાય છે, અને કેવળ પ્રજાનું જ હિત કરનારો માણસ રાજાથી તજી દેવાય છે. એવી રીતે એકના હિતમાં બીજાનું અહિત સમાયેલું હોવાથી રાજા અને પ્રજા એ બન્નેનું હિત કરનાર અધિકારી દુર્લભ છે. વણિફ આદી લોકોએ ચારકો વ્યવહાર રાખે, એટલે ધર્મને વિરોધ ન આવે. ( ૬ ). તે જ વાત મૂળગાથામાં કહે છે.
. (કૂરા . . ववहारसुद्धि देसा-इविरुद्धच्चाय उचिअचरणोहिं ॥ तो कुणइ अच्छचिंतं, निव्वाहिंतो निरं धम्मं ॥ ७ ॥
ભાવાર્થ-પૂર્વે કહેલી ધર્મક્રિયા કરી રહ્યા પછી, અર્થચિતા (ધન સંપાદન કરવા સંબંધી વિચાર ) કરે. તે કરતાં ત્રણ વસ્તુ ઉપર અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. એક તે ધન આદી મેળવવાનું સાધન એવા વ્યવહારની નિર્દોષતા રાખવી. અર્થાત્ વ્યવહારમાં મન, વચન અને કાય એ ત્રણે સરળ રાખવાં. કપટ ન કરવું. બીજું જે દેશમાં રહીએ, તે દેશમાં લોકવિરૂદ્ધ મનાયેલાં કૃ ન કરવાં. ત્રીજું ઉચિત ક અવશ્ય કરવાં. આ ત્રણેનું વિસ્તારથી વિવેચન આગળ આવશે. તે ધ્યાનમાં રાખીને ધનની ચિંતા કરવી. ચોથી અવશ્ય ધ્યાનમાં રાખવા યોગ્ય વાત એ છે કે, પિતાના અંગીકાર કરેલા ધર્મને તથા આદરેલા વતનો નિર્વાહ થાય, પરંતુ કઈ સ્થળે કોઈ પણ રીતે તેને (ધર્મને અને વ્રત આદીને) લેભથી અને થવા ભૂલ વગેરેથી પણ હરકત ન આવે એવી રીતે ધનની ચિંતા કરવી. કેમકે એવી કોઈ પણ વસ્તુ નથી કે, જે દ્રવ્યથી ન મેળવી શકાય. માટે બુદ્ધિશાળી પુરૂષ સર્વ પ્રકારના પ્રયત્ન કરીને ધન સંપાદન કરવું આ ઠેકાણે “અર્થચિંતા કરવી” એમ આગમ કહેતું નથી. કારણ કે, માણસ માત્ર અનાદિ કાળની પરિગ્રહ સંજ્ઞાથી પોતાની મેળે જ એર્થચિંતા કરે છે. કેવળિભાષિત આગમે તેવા સાવધ વ્યાપારમાં જેની પ્રવૃત્તિ શા માટે કરાવે ! અનાદિ કાળની સંજ્ઞાથી સુશ્રાવકને અર્થચિંતા કરવી પડે, ત્યારે તેણે ધર્મ વગેરેને બાધ ન આવે તેવી રિતે કરવી, એટલી જ આગમની આજ્ઞા છે. લોક જેમ ઈહલોકના (સંસાર સંબંધી) કાર્યનાં સ4 આરંભ કરીને અહોરાત્ર ઉઘમ કરે છે, તેના એક લાખમા ભાગ જેટ
૨૩૨