________________
સાધુ મુનિરાજને નિમંત્રણા કરવી. શ્રાદ્ધદિન કય આદી ગ્રંથમાં એમજ કહ્યું છે. પછી અવસરને વેગ હોય તે પ્રમાણે રોગની ચિકિત્સા કરાવે, ઔષધ આદી આપે, ઉચિત એ પથ્ય આહાર વહેરવે, અથવા બીજી સાધુ મુનિરાજની જે અપેક્ષા હોય તે પૂરી કરે. કહ્યું છે કે–સાધુ મુનિરાજના જ્ઞાનાદિ ગુણને અવલંબન દેનારે ચતુર્વિધ આહાર તથા ઔષધ, વસ્ત્ર આદી જે મુનિરાજને એગ્ય હોય, તે તેમને આપવું..
સાધુ મુનિરાજ આપણે ઘેર વહોરવા આવે, ત્યારે સુશ્રાવકે જે જે ગ્ય વસ્તુ હોય, તે સર્વ તેમને વહેરાવવી, અને સર્વે વસ્તુ નામ દઈને દરરોજ કહેવી કે, “મહારાજ ! અમુક વસ્તુની જોગવાઈ છે.” એમ ન કહે તે પૂર્વે કરેલી નિમંત્રણ નિષ્ફળ થાય. નામ દઈને સર્વ વસ્તુ કહે, અને કદાચિત મુનિરાજ ન વહારે, તે પણ કહેનાર શ્રાવકને પુણનો લાભ થાયજ કહ્યું છે કે સાધુ મુનિરાજને વહરાવવાની વાત મનમાં ચિંતવે તે પણ પુણ્ય થાય, જે વચનથી વહોરાવવાની વાત ઉચ્ચરે, તે વિશેષ પુણ્ય થાય; અને જે તેવો યોગ બની આવે તે કલ્પવૃક્ષજ ફળ્યો એમ સમજવું. જે વસ્તુને યોગ હોય, ને તે વસ્તુનું નામ દઈને જે શ્રાવક ન કહે, તે પ્રત્યક્ષ વસ્તુ દેખાય તો પણ તે સાધુ વહારે નહીં. તેથી ઘણી હાનિ થાય છે. નિમંત્રણ કર્યા પછી જે કદાચિત સાધુ મુનિરાજ આપણે ઘેર ન આવે, તે પણ નિમંત્રણ કરનારને પુણ્યનો લાભ તો થાય અને વિશેષ ભાવ હોય તો અધિક પુણ્ય થાય. જેમ વૈશાલી નગરીમાં શ્રી વીર ભગવાન છદ્મસ્થપણામાં ચોમાસી તપ કરતા હતા, ત્યારે કર્ણધી દરરોજ ભગવાનને પારણુને અર્થે નિમંત્રણ કરવા આવતો ચોમાસી તપ પૂરું થયું, તે દિવસે પર્ણકીએ જાણ્યું કે, “આજે તો સ્વામી નિરો પારણું કરશે. એમ જાણી તે ભગવાનને ઘણું આગ્રહથી નિમંત્રણા કરી પિતાને ઘેર ગયે, અને “હું ધન્ય છું સ્વામિ આજે હારે ઘેર પારણું કરશે. ” ઈયાદિ ભાવના ભાવમાં જીર્ણશ્રેષ્ઠીએ અય્યત દેવકનું આયુષ્ય બાંધ્યું. પારણાને દિવસે મિયાણી અભિનવ શ્રેષ્ઠીએ દાસી પાસેથી ભિક્ષાચરને ભિક્ષા આ પવાની રીતિ પ્રમાણે ભગવાનને અડદના બાકુલા અપાવ્યા. તે વડે જ ભગવતે પારણું કર્યું, અભિનવ એકીને ઘેર પંચ દિવ્ય પ્રકટ થયા, ત્યારે